હાલમાં વિવિધ કથાવસ્તુઓને રજૂ કરતી ગુજરાતી ફિલ્મોની સીઝન ચાલી રહી છે. ઉનાળામાં કેરીની જેટલી જાત આવી રહી છે તેવી જ વિવિધ જાતની ફિલ્મો આવી રહી છે...
બે અઠવાડિયા પહેલાં પેટિપેક નામની એક ફિલ્મ આવી જેણે માનવ સમજ અને સંબંધના અલગ જ પાસા ઉપર પ્રકાશ પાડ્યો... પેટિપેક... સંબંધ હોય કે વસ્તુ દરેક વ્યક્તિ તેની જ આશા રાખતું હોય છે... આમ જોવા જઈએ તો વસ્તુ સુધી માણસનું મન સિમિત થઈ જાય તે યોગ્ય છે પણ સંબંધમાં તે શક્ય નથી....
ખાસ કરીને જ્યારે તમે જીવનસાથીની પસંદગી કરવા નીકળો ત્યારે તમે એમ ઈચ્છો કે મને વિશુદ્ધ પાત્ર જોઈએ તો તે શક્ય નથી... સંબંધ અને પાત્રોમાં આવી માગણીઓ અને લાગણીઓ થતી હોય ત્યારે ખરેખર નિરંજન ભગતની કવિતા યાદ આવી જાય જે કહે છે...
“જેણે પાપ કર્યુ ના એકે
તે પથ્થર પહેલો ફેંકે !”
પેટિપેકની ડિમાન્ડને બાદ કરીએ તો પણ આ કથાવાર્તમાં ઘણું બધું મોઘમ સમાયેલું છે... ખાસ કરીને તો વર્તમાનમાં જીવવાની વાત... જે વ્યક્તિ અને જે સંબંધ આપણી પાસે વર્તમાનમાં જોડાયેલા છે તે ખરેખર જીવવા અને માણવા જેવા છે... ભૂતકાળમાં હતા કે ભવિષ્યમાં આવશે તેની ચિંતાના નામે વર્તમાનને શું કામ રોળી નાખવો...
બોલ્ડ વિષયને રમૂજ અને સહજતાના રેપરમાં પેક કરીને પિરસાયેલી ખાટી-મીઠી વાર્તા છે પેટિપેક...
ધ્વનિત ઠાકર અને મોનલની જોડીની જાદુઈ અસર વચ્ચે હેમાંગની કોમિક કનેક્ટિવિટી જકડી રાખવાનું કામ કરે છે... તેમાંય મનોજભાઈના મેજિકલ મોમેન્ટ્સ તો આ ફિલ્મના પ્રાણવાયુ જેવા છે... અત્યારે તો આ ફિલ્મ કયા થિયેટરમાં ચાલતી હશે તે ખબર નથી પણ જ્યાં તક મળે ત્યાં પેટિપેક પર્ફોર્મન્સ માટે આ ફિલ્મ જોઈ કાઢવી....
અને હા... આગામી સમયમાં જે પણ ગુજરાતી ફિલ્મો આવી રહી છે તેને પણ ન્યાય આપવો... કારણે કે કિટલી ઉપર કટિંગ પીતા પીતા પુષ્પા અને કેજીએફની વાતો કરનારા આપણે ગુજરાતીઓએ સાઉથ ઈન્ડસ્ટ્રીની જેમ આપણી પોતાની ભાષાની ફિલ્મોનું સન્માન કરતા પણ શીખવાનું છે...
Ravi Ila Bhatt @raviilabhatt
હાલમાં વિવિધ કથાવસ્તુઓને રજૂ કરતી ગુજરાતી ફિલ્મોની સીઝન ચાલી રહી છે. ઉનાળામાં કેરીની જેટલી જાત આવી રહી છે તેવી જ વિવિધ જાતની ફિલ્મો આવી રહી છે... બે અઠવાડિયા પહેલાં પેટિપેક નામની એક ફિલ્મ આવી જેણે માનવ સમજ અને સંબંધના અલગ જ પાસા ઉપર પ્રકાશ પાડ્યો... પેટિપેક... સંબંધ હોય કે વસ્તુ દરેક વ્યક્તિ તેની જ આશા રાખતું હોય છે... આમ જોવા જઈએ તો વસ્તુ સુધી માણસનું મન સિમિત થઈ જાય તે યોગ્ય છે પણ સંબંધમાં તે શક્ય નથી.... ખાસ કરીને જ્યારે તમે જીવનસાથીની પસંદગી કરવા નીકળો ત્યારે તમે એમ ઈચ્છો કે મને વિશુદ્ધ પાત્ર જોઈએ તો તે શક્ય નથી... સંબંધ અને પાત્રોમાં આવી માગણીઓ અને લાગણીઓ થતી હોય ત્યારે ખરેખર નિરંજન ભગતની કવિતા યાદ આવી જાય જે કહે છે... “જેણે પાપ કર્યુ ના એકે તે પથ્થર પહેલો ફેંકે !” પેટિપેકની ડિમાન્ડને બાદ કરીએ તો પણ આ કથાવાર્તમાં ઘણું બધું મોઘમ સમાયેલું છે... ખાસ કરીને તો વર્તમાનમાં જીવવાની વાત... જે વ્યક્તિ અને જે સંબંધ આપણી પાસે વર્તમાનમાં જોડાયેલા છે તે ખરેખર જીવવા અને માણવા જેવા છે... ભૂતકાળમાં હતા કે ભવિષ્યમાં આવશે તેની ચિંતાના નામે વર્તમાનને શું કામ રોળી નાખવો... બોલ્ડ વિષયને રમૂજ અને સહજતાના રેપરમાં પેક કરીને પિરસાયેલી ખાટી-મીઠી વાર્તા છે પેટિપેક... ધ્વનિત ઠાકર અને મોનલની જોડીની જાદુઈ અસર વચ્ચે હેમાંગની કોમિક કનેક્ટિવિટી જકડી રાખવાનું કામ કરે છે... તેમાંય મનોજભાઈના મેજિકલ મોમેન્ટ્સ તો આ ફિલ્મના પ્રાણવાયુ જેવા છે... અત્યારે તો આ ફિલ્મ કયા થિયેટરમાં ચાલતી હશે તે ખબર નથી પણ જ્યાં તક મળે ત્યાં પેટિપેક પર્ફોર્મન્સ માટે આ ફિલ્મ જોઈ કાઢવી.... અને હા... આગામી સમયમાં જે પણ ગુજરાતી ફિલ્મો આવી રહી છે તેને પણ ન્યાય આપવો... કારણે કે કિટલી ઉપર કટિંગ પીતા પીતા પુષ્પા અને કેજીએફની વાતો કરનારા આપણે ગુજરાતીઓએ સાઉથ ઈન્ડસ્ટ્રીની જેમ આપણી પોતાની ભાષાની ફિલ્મોનું સન્માન કરતા પણ શીખવાનું છે... Ravi Ila Bhatt @raviilabhatt