મારી મમ્મીના સૌથી પ્રિય હ્યુમરિસ્ટ હવે નથી રહ્યાં. આપણી માતૃભાષાના સૌથી વ્હાલા હાસ્યલેખક વિનોદ ભટ્ટની અંતિમ વિદાયના સમાચાર મને એ દેશમાં મળ્યા છે જ્યાં મેં એમની સાથે સૌથી યાદગાર સમય વિતાવ્યો હતો 2008માં. અમેરિકાના એરપોર્ટ ઉપર એમણે કરેલી હાસ્યની ફટકાબાજી કદી ના ભૂલાય એવી હતી. જલન માતરી સાહેબને ઇમિગ્રેશનમાં પૂછપરછ માટે રોકી રાખ્યા છે આ વાત મેં જયારે એરપોર્ટ પર એમને કરી ત્યારે એમનું રિએક્શન પ્રાઇસલેસ હતું. નાજુક ક્ષણોમાં વિનોદવૃત્તિ બરકરાર રહે અને કોઈને પણ એમની વાત ચચરે નહીં, આ એમનો ખૂબ મોટો ગુણ. ‘વિનોદવિહાર નામનું પુસ્તક હું તને મોકલાવી આપીશ.’ એવો એમનો છેલ્લો વાયદો હજુય મારા કાનમાં પડઘાય છે. અને સાથે સંભળાય છે ઓડિયન્સને સંબોધન કરતી વખતે ટિપિકલ પૉઝ લઈને પોતાની ધારદાર વાત રજુ કરવાનો એમનો ચોટદાર અંદાજ, એમની વાતો સાંભળતા એમના ચાહકોના હાસ્યના પડઘાં! ફોન ઉપાડીને તરત હવે કોણ કહેશે ‘બોલો ને વહાલા ...’?

rip, vinodbhatt

RJ Dhvanit,  rip, vinodbhatt

મારી મમ્મીના સૌથી પ્રિય હ્યુમરિસ્ટ હવે નથી રહ્યાં. આપણી માતૃભાષાના સૌથી વ્હાલા હાસ્યલેખક વિનોદ ભટ્ટની અંતિમ વિદાયના સમાચાર મને એ દેશમાં મળ્યા છે જ્યાં મેં એમની સાથે સૌથી યાદગાર સમય વિતાવ્યો હતો 2008માં. અમેરિકાના એરપોર્ટ ઉપર એમણે કરેલી હાસ્યની ફટકાબાજી કદી ના ભૂલાય એવી હતી. જલન માતરી સાહેબને ઇમિગ્રેશનમાં પૂછપરછ માટે રોકી રાખ્યા છે આ વાત મેં જયારે એરપોર્ટ પર એમને કરી ત્યારે એમનું રિએક્શન પ્રાઇસલેસ હતું. નાજુક ક્ષણોમાં વિનોદવૃત્તિ બરકરાર રહે અને કોઈને પણ એમની વાત ચચરે નહીં, આ એમનો ખૂબ મોટો ગુણ. ‘વિનોદવિહાર નામનું પુસ્તક હું તને મોકલાવી આપીશ.’ એવો એમનો છેલ્લો વાયદો હજુય મારા કાનમાં પડઘાય છે. અને સાથે સંભળાય છે ઓડિયન્સને સંબોધન કરતી વખતે ટિપિકલ પૉઝ લઈને પોતાની ધારદાર વાત રજુ કરવાનો એમનો ચોટદાર અંદાજ, એમની વાતો સાંભળતા એમના ચાહકોના હાસ્યના પડઘાં! ફોન ઉપાડીને તરત હવે કોણ કહેશે ‘બોલો ને વહાલા ...’? #rip #vinodbhatt

Let's Connect

sm2p0