બે દિવસથી દર બીજી પોસ્ટમાં ‘ચાણક્ય-ચાણક્ય’ વાંચવા મળે છે એટલે મેં કીધું આપણેય ઠપકારીએ! એમ તો સ્કૂલમાં આપણેય સ્ટેજ પર ચાણક્યનો રોલ કરેલો. સાતમા ધોરણમાં. એમાંય બીજો નંબર જ આવેલો. (પહેલો નંબર તો છેક RJ બન્યા પછી આવ્યો, એ ય રોજેરોજ કોઈને કોઈ લઈ જાય છે. આપણને સંઘરવું પહેલેથી ગમે જ નહીં. વસ્તુ નકામી ધૂળ ખાય એના કરતાં બીજા કોઈના ખપમાં આવે. 😝😂) એ પછી બધા મિત્રો આપણને ચોટલી-ચોટલી કહીને ચીડવતા. ભલે ને ચીડવે... આપણે પણ દસમા ધોરણ સુધી ધરાર માથે શિખા-ચોટલી રાખી જ. મારી શાળા - સી.એન. વિદ્યાલયની સર્વ-સમાવેશક નીતિ અને શિક્ષકો-સહાધ્યાયીઓની સહિષ્ણુતા જુઓ કે કદી કોઈએ મને પૂછ્યું નહીં કે ધ્વનિત તું માથે ચોટલી કેમ રાખે છે? (જો કે, હાલમાં તો રાખવી હોય તોય વાળ રહ્યા નથી!) કદી વિચારું છું કે આજના સમયમાં સોશ્યલ મિડીયા પર જેટલું જલદી લોકો એકબીજાને judge કરવા મંડી પડે છે-લડી-ઝઘડી પડે છે, એમ અમારા સ્કૂલ ટાઈમે થયું હોત તો? તો ‘લોગ કયા કહેંગે’ વાળો રોગ કેટલાયની ઈચ્છાઓને ખાઈ ગયો હોત. તમે જ કહો.. કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં, કોઈ પણ કામ કરતાં પહેલાં તમે પોતે સમાજના ચશ્મા પહેરીને કેટલી વાર વિચારો છો કે ‘લોકો શું કહેશે?’ ? જવાબ મળી જાય તો તમેય ચાણક્ય! એ by the way, પેલા ટીવી વાળા ચાણક્ય ચંદ્રપ્રકાશ દ્વિવેદી આજકાલ શું કરતાં હશે?!