RJ Dhvanit Best RJ in Gujarat Radio Mirchi

“હોલી કે દિન દિલ ખિલ જાતે હૈ, દુશ્મન ભી ગલે મિલ જાતે હૈ” આ ગીત ખરેખર સાચું પડે તો? જો બે દિગ્ગજ વિરોધીઓ - દુશ્મનો ખરેખર એકબીજાને ગાલે ગુલાલ લગાડીને હળવાશથી ગપ્પાં મારતાં જોવા મળે તો? તેઓ શું વાતો કરે? જરા એમના આ કાલ્પનિક સંવાદનો આનંદ લો અને હા, બુરા ના માનો, હોલી હૈ! મોદીસાહેબ કેજરીવાલને ગળે મળે (આ દ્રશ્ય જ ગળે ઉતરે એવું નથી!) અને કહે,” અબકી બાર... ખાંસી કી હાર! મેરે ડોક્ટર કા રેફરન્સ દે રહા હું. ઝરા અચ્છે સે ટ્રીટમેન્ટ કરવા કે આના. પહેલે તો વિરોધી દાઢી સે પાલા પડા થા. અબ તો તુમ્હારે ખુદ કી પાર્ટી કી દાઢી (યોગેન્દ્ર યાદવ) સે લડાઈ હૈ! બતાઓ કૌન સા રેઝર ચલાઓગે?” સલમાન શાહરૂખને ભેટીને કહેશે,”અબ્બે...તુ ફિર સિંગલ હડ્ડી હો ગયા? કહાં ગયે તેરે ચેન્નાઈ એક્સપ્રેસવાલે સિક્સ પેક એબ્સ?! કભી આના મેરે જીમમેં. અસલી વર્ઝીશ ક્યા હોતી હૈ, મૈ સીખાઉંગા.” જવાબમાં શાહરૂખ કહેશે,’ડોન્ટ અન્ડરએસ્ટીમેટ ધ પાવર ઓફ અ બોટોકસ ઇન્જેક્શન.’ જાવેદ અખ્તર અછાંદસ લખતા ગુલઝારને કહેશે,’ ભૈયા, મીટર સે ચલોગે?!!!’ અમિતાભ બચ્ચન અમરસિંહને ‘રંગ બરસે’ સ્ટાઈલ માં ગાઈને કહેશે,” ભાઈને ભાઈકો ચૂના લગાયા... ઉસ ચૂને કા હમને ખાયા પાન, અમર તરસે, રંગ બરસે!” રાહુલ ગાંધી અરીસામાં જોઇને કહેશે (ઘણાં લોકો માટે માંહ્યલો જ સૌથી મોટો દુશ્મન હોય છે!) કે,” ચલ કહીં દૂર નિકલ જાયેં!” #Holi #HappyHoli (From my article in today's Navgujarat Samay)