મારા મિત્ર સમીર શુકલની સચોટ વાત - કોરોનાવાયરસ ફોરવર્ડ દ્વારા જનસેવા કરતા વિદ્વાનોનાં ચરણોમાં... કોરોનાવાયરસ એ વાયરોલોજીસ્ટનો રીસર્ચનો વિષય છે અને આજની તારીખમાં બધા જ અંધારામાં હાથી પર હાથ ફેરવે છે એટલે કોઈની પણ પાસે સાચો જવાબ નથી. મારી પાસે પણ નથી. હવે રહી “ખોટી માન્યતા”ની વાત: 1. માસ્ક: એ પહેરવાનો એક ચોખ્ખો ફાયદો છે કે તમે તમારા મોઢા-નાકને અડતા રોકાવ છો. આમ કોન્ટક માર્ગે વાયરસ તમારા શરીરમાં ઘુસે એવી શક્યતા ઘટે છે. આ કામ કોઈ પણ માસ્ક કરશે, મોઢે બાંધેલો રૂમાલ કે દુપટ્ટો પણ. WHO વાળાને બીક છે કે લોકો N95 ( ખૂબ ઝીણા કાણા વાળું માસ્ક) ખુટાવડાવી દેશે એટલે એ માસ્ક વાપરવાની સલાહ આપતા નથી. તમે પણ માસ્ક ખરીદવા દોડવા કરતાં સાદું કપડું વાપરો તો એટલો ફાયદો જરુર ખરો કે તમારો હાથ મોઢા-નાકને ઓછો અડશે. 2. ફેલાવો: કોઈ આજની તારીખમાં છાતી ઠોકીને કહી શકે નહીં કે આ એર-બોર્ન છે નથી કે પછી કેટલો સમય માટે કયા સરફેસ પર વાયરસ જીવતો રહે છે. આપણને દસકાઓથી શોધાયલા NxHx ફ્લૂનાં વાયરસ વિશે આજે પણ ચોક્કસ ખબર નથી તો આતો હમણાં આવ્યો છે. અત્યારે તો આપણે (worst alternative) સૌથી ખરાબ સંભાવના માનીને ચાલવું પડે (એટલે કે એ હવામાં પણ ફેલાય છે અને કોઈ પણ સપાટી પર લાંબો સમય જીવતો રહે છે). 3. બીજા જાનવરને થાય/નથી થતો: આવી દરેક વાત પણ તદ્દન ગપ્પા છે. વાયરસ કયા હોસ્ટ પ્રાણીમાં જીવતો રહે છે, કયા માં એનાં લક્ષણ દેખાય છે એ શોધતાં વરસો લાગી જાય અને આ તો વાયરસ છે, રોજ નવા ખેલ પાડે એટલે આ કુતરાને થાય કે ન થાય એ કોઈ કહી ન શકે. એટલે આ પ્રાણી કેરીયર છે કે નથી એમાં પડ્યા વગર આ સમયે જરુર ન હોય તો દરેક જાનવરથી દુર રહેવાનાં સાર. 4. સાબુ/સેનીટાઈઝર: આ તદ્દન અર્થહીન ચર્ચા છે. સાબુથી કે આલ્કોહોલવાળા સેનેટાઈઝરથી વાયરસનો નાશ થાય છે એવું અત્યારે તો લાગે છે પણ સરખી રીતે વાપરો તો. એક સારું ને બીજું ખરાબ એવું કહેવું નકામું છે. 5. આલ્કોહોલ: ફરી વાર..કોઈની પાસે આવી કોઈ સ્પષ્ટતા ન હોય. અત્યારે તો કોઈ દવાથી પણ વાયરસ મરી જાય છે એ પણ એક પુર્વધારણા હોય, ભલે માણસ એ દવા લઈને સાજો થઈ જાય. આપણને આ વાયરસની પેથોલોજી ખબર નથી એટલે આ બધી વાત અસ્થાને છે. 6. ઘરઘથ્થુ ઈલાજ: દરેક ઈલાજ કે જેના પર તમને વિશ્વાસ હોય એ સારો, ખાસ કરીને વાયરલ ઈન્ફેક્શનમાં, કારણ કે બીજા રોગ કરતાં વાયરલ ઈન્ફેક્શનમાં તમારી પોતાની ઈમ્યુન સીસ્ટમ પર તમારા બચવાનો આધાર વધારે હોય છે, અને ઈમ્યુન સીસ્ટમ તમારી માનસિક સ્થિતિ સારી હોય તો વધુ સારી રીતે કામ કરે છે એવું “લગભગ સાબિત” થયું છે. 7. ગરમી: આ વાત ખાસ છે કારણ કે ઘણા મોટા સાહેબ જરા વધારે ફોર્મમાં આવીને “વૈજ્ઞાનિક પુરાવા નથી” એવું જાહેર કરે છે. Effects of temperature and relative humidity on viability of SARS Corona virus પરનું પીયર રીવ્યુડ રીસર્ચ પેપર કહે છે કે 22-25 C તાપમાન અને 40-50 % ભેજ (કે જે AC રૂમમાં હોય) આ વાયરસ (ના કાકાનાં દિકરાને) ફાવે છે પણ 39 C તાપમાન અને 95 % ભેજમાં એનાં આંટા આવી જાય છે. મોટા ભાગનાં બધા વાયરસને તાપમાન વધે એટલે તકલીફ થાય (અને એટલે જ આપણું શરીર વાયરલ ઈન્ફેક્શનમાં તાવ લાવે છે) એટલે આશા રાખીએ કે કોવીડકુમાર પણ ઉનાળાનાં અંતમાં લથડી પડે. - સમીર શુક્લ https://www.facebook.com/samir.shukla.33 Mar 21, 2020 775