Dedicated to Rajpath Elections: ‘એક હતી ચકી અને એક હતો ચકો... ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો, બંનેએ ખીચડી બનાવી...’ આ વાર્તા તો હવે જૂની થઇ ગયી. નવા જમાનામાં ૨૦૧૫ની વાર્તા લખવાની હોય તો એ કાંઇક આવી હોય – ‘એક હતી ચકી અને એક હતો ચકો... બંનેને ભૂખ લાગી હતી તો ચકો કહે,’ ચાલ રાજપથ જઈએ, ત્યાં આજકલ ફ્રી ડીનર મળે છે!’ જમતાં જમતાં ચકાએ ચકીને પૂછ્યું કે,’તું કોને વોટ આપવાની?’ ચકીએ કહ્યું,’મને તો આવા બધાંમાં ઇન્ટરેસ્ટ જ નથી. બેમાં થી એક્કેય પેનલમાં એક પણ મહિલા ઉમેદવાર તો છે નહીં, તો હું કોને વોટ આપું?’ ‘ચકા, તું કોને વોટ આપવાનો?’ ‘હું તો મેમ્બર જ નથી! કોઈ ફ્રીમાં મેમ્બરશીપ આપતું હોય તો આપણે પણ વોટ આપવા તૈયાર છીએ. આ રોજ રાજપથની જાહેરાતોના હોર્ડિંગ જોઇને વિચારું છું કે એક ત્રીજી પેનલ જ બનાવું – આમ આદમી પેનલ – નોન મેમ્બર્સ પેનલ. બીજું કંઈ નહીં તો પ્રોગ્રામોના પાસનું સેટીંગ તો થાય.’ ‘આ રાજપથના ઈલેક્શનથી એક્ઝેક્ટલી ફાયદો કોને થવાનો? કિસકે અચ્છે દિન આયેંગે?’ ‘શ......શ... ’ #RajpathClub #Rajpath #Elections Mar 22, 2015 1025