RJ Dhvanit Best RJ in Gujarat Radio Mirchi

Dearest Gujarat, I humbly request all of you to stay peaceful, stay resilient and not to brawl with anybody, public or substance. An earnest request to all of you not to follow or spread any kind of rumours. If your friends, society, or relatives are indulged into any kind of brawl, request them to calm down and not become a part of any mob. We have been an amazing city and a state to live in, let us not destroy something that we have created on our own. I once again request you to keep our city peaceful and vibrant as ever. Share this as much as you can. Caring Amdavadi, RJ Dhvanit

બાબુ...સીટી કો-ઓપરેટીવ બેંક નો સફાઈ કામદાર. બાબુ ને આ મહિનો સેલેરી ના મળી; કારણ એ હતું કે બેંક માં નિયમ આવ્યો હતો કે સેલેરી ડાઈરેક્ટ એકાઉન્ટ માં જમા થશે કોઈને પણ ચેક નહિ મળે. આ નિયમ ને બે મહિના થઇ ગયા હોવા છતાય વેલીડપ્રૂફ ના હોવાના લીધે બાબુ એ હજીય એકાઉન્ટ ખોલાવ્યું નહોતું. અને એટલે જ આ વખતે મેનેજરે કડકાઈ બતાવતા સેલેરી રોકી દીધી હતી. સેલરી ના આવતા બાબુ ગુસ્સા માં હતો અને વહેલી સવારે બેંક ની બહાર કચરો વાળતા બબડી રહ્યો હતો. અને ત્યારે ત્યાં ઉભેલા એક બે વ્યક્તિઓએ બાબુ ને ગુસ્સા નું કારણ પૂછ્યું.. બાબુ એ એટલું જ કીધું કે “બેંકવાળા કામ તો બધું કરાવે છે પણ પગાર નથી આપતા” બાબુ નો આવો જવાબ સાંભળી એ લોકો અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા કે બેંકવાળા જોડે કર્મચારી નો પગાર કરવાના પણ પૈસા નથી, તો ક્યાંક બેંક ફડચા માં તો નથી ગઈ ને???. એક ફેસબુક-એન્થૂએ બેંકના સાઈન બોર્ડની નીચે બાબુનો ફોટો પાડી આખી વાતને ફેસબુક પર વાયરલ કરી નાખી અને ધીરે ધીરે આખા શહેર માં વાત ફેલાઈ ગઈ કે બેંક ફડચા માં ગયી છે, બેન્કે ઉઠમણું કર્યું છે. અને પછી તો બેંક ની આગળ પૈસા લેવા વાળાઓ ની લાઈન લાગી ગયી. અધિકારીઓ એ લોકો ને સમજાવાનો પ્રયત્ન કર્યો પણ બધું વ્યર્થ. ટોળું ઉગ્ર બની ગયું અને બેંક માં તોડફોડ કરી દીધી અને છેક સાંજે બધા પોતાના ઘરે ગયા. બીજે દિવસે સવારે જયારે બાબુ પાછો સફાઈ કરવા આવ્યો ત્યારે તૂટેલા કાચ અને બીજો કચરો જોઇને પાછો બબડવા લાગ્યો “એક તો બેંક વાળા સેલેરી નથી આપતા અને આ ગામ વાળા કામ વધારી ગયા” આ વાર્તા શેર કરવાનો હેતુ એટલોજ કે અફવાઓ જ્યારે ફેલાતી હોય છે ત્યારે આપણે સત્ય ચકસ્યા વિના એને આગળ વધારીએ છીએ. પૂર્વ અમદાવાદ માં હમણાં થોડા સમય થી આતંકવાદી ફરતા હોવાના WhatssApp મેસેજીસ એનું તાજું ઉદાહરણ છે જેના કારણે ઓઢવ, નિકોલ, નરોડા જેવા વિસ્તાર માં આતંકવાદી ફરી રહ્યા હોવાની અફવાએ જોર પકડ્યું છે.અને એ મેસેજ માં આગળ ફોરવર્ડ કરવાનું કહેવામાં આવ્યું છે અને આટલું પુરતું ના હોય એમ છેલ્લે “જયહિંદ સાથે ગુજરાત સરકાર” એવું પણ લખવામાં આવ્યું છે. જેના કારણે એ વિસ્તાર ના લોકો પોતાના પરિવાર ની સુરક્ષા માટે રાત્રે ઉજાગરા કરી રહ્યા છે. તો આવા મેસેજીસ ફોરવર્ડ કરતા પહેલા ભગવાને આપેલી વિચારશક્તિ નો પુરતો ઉપયોગ કરીએ અને આવી અફવાઓ ને આગળ ના વધારીએ. Free Hit:- “અફવા એ એવો વાઇરસ છે જે જીભ ની નીકળે છે અને કાન સુધી પહોચી મગજ ને હેંગ કરી નાખે છે” (From my todays post in NavGujarat Samay) #Rumours