RJ Dhvanit Best RJ in Gujarat Radio Mirchi

આ વખતે તો પોલીસ મિત્રોએ અને પટેલ ભાઈઓએ એકબીજાને 'મિચ્છામી દુકકડમ' કહેવું જોઈએ. (આ પોસ્ટ એક સ્માઈલ કરીને આગળ વધવા માટે છે. મહેરબાની કરીને શબ્દોના બાણ 'ના' ચલાવશો. ખોટું લાગે તો મારા આગોતરા 'મિચ્છામી દુકકડમ'.) #SomeWhatSorry

આ વખતે અમસ્તું "મિચ્છામી દુકડમ" કહેવું, એના કરતાં કારણ સાથે કહીએ તો કેવું સારું? દા.ત. 1. માસા, આ વખતે ઉનાળામાં અમે આપના ત્યાં કેરીની પેટી મોકલાવી હતી, actually એ અમને પણ giftમાંજ આવેલી અને અમે તમને આપી હતી. -"મિચ્છામી દુકડમ" 2. જીજાજી, આ રક્ષાબંધનના દિવસે તમારી car હું લઇ ગયો હતો ને ત્યારે sideમાં થોડી touch થયેલી પણ મેં એ તમને કીધું નહોતું. -"મિચ્છામી દુકડમ" 3. ભાઈ, પેલા દિવસે હું તારા ઘરે આવ્યો ને તું ન્હાવા ગયો હતો ને ત્યારે મેં તારા phoneમાં અમુક personal messages વાંચેલા. -"મિચ્છામી દુકડમ" #સંવત્સરી #SomeWhatSorry