#mirchimoviereview: એ દિલ હૈ મુશ્કિલ (#aedilhaimushkil) - કરણ જૌહરનું મુવી, પાકિસ્તાની એક્ટર, રિલીઝ ન થવા... https://t.co/kXFdaB1sO0 Oct 30, 2016 6
#mirchimoviereview: એ દિલ હૈ મુશ્કિલ (#aedilhaimushkil) - કરણ જૌહરનું મુવી, પાકિસ્તાની એક્ટર, રિલીઝ ન થવા દેવાની ધમકી, આખરે ઘીના ઠામમાં ઘી અને ફાઇનલી રિલીઝ. આ બધા પછી ફિલ્મ જોવા જઇએ ત્યારે આપણને શું મળે? આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ એ જ પ્રેમીઓની દર્દભરી દાસ્તાન. હીરો-હિરોઇનને પ્રેમ કરે છે, પરંતુ હિરોઇન કોઈ બીજાને પ્રેમ કરે છે. એટલે હીરો બીજી કોઇ હિરોઇન પકડે છે, પણ પહેલી હિરોઇનને ભૂલી શકતો નથી. બીજી હિરોઇન પણ પોતાના પહેલા પ્રેમને યાદ કરીને બેઠી છે. બીજી હિરોઇનનો પહેલો પ્રેમી પણ હજીયે એને યાદ કરે છે. આ પ્રેમની સ્ટોરીમાં એક ટ્વિસ્ટ આવે છે અને આપણને થાય કે લો, આ પણ આપણે જોઈ ચૂક્યા છીએ. - એ દિલ હૈ મુશ્કિલ (ADHM) એકદમ સરસ રીતે પૅક થયેલી એ જ જૂની પ્રોડક્ટ છે. સરસ લોકેશન્સ છે, પ્રોડક્શન ડિઝાઇન મસ્ત છે, ગીતો સારાં છે, એક્ટિંગ પણ સરસ છે, બધાં એકદમ હૅન્ડસમ અને બ્યુટિફુલ દેખાય છે, કોમેડી પણ છે અને ખૂબ બધો ડ્રામા પણ છે. જો દિવાળી પર રિલીઝ થયેલી એક ફિલ્મ પાસે તમારી આનાથી વધારે કોઈ અપેક્ષા ન હોય, તો કરો જલ્સા! - એટલું તો માનવું પડે કે ઇન્ટરવલ પહેલાંની ફિલ્મ ખરેખર એન્ટરટેનિંગ છે. ટિપિકલ બોલિવૂડ સ્ટાઇલમાં રણબીર અને અનુષ્કા જે ધમાલ બોલાવે છે એ જોવાની મજા પડી જાય છે. એ જૂનાં ગીતો પર ડાન્સ અને ફિલ્મી ડાયલોગ્સ અને દર થોડી વારે આવતાં સાંભળવા ગમે તેવાં ગીતો. ધીમે ધીમે કહાની આગળ વધતી જાય અને ખાસ કરીને ઇન્ટરવલ પૂરો થાય એ પછી ફિલ્મ મોટા ભાગના દર્શકો માટે હળવે રહીને બેસવા માંડે. આ અત્યાર સુધીની કરણ જોહરે લખેલી સૌથી મૅચ્યોર ફિલ્મ છે અને એક ગ્રૅન્ડ સ્કેલ પરની ટિપિકલ 'કરણ જોહરની ફિલ્મ' નથી. પ્રીતમનું મ્યુઝિક બહુ જ સરસ છે. ગીતોનું પિક્ચરાઇઝેશન અદભુત છે. 'પ્યાર દોસ્તી હૈ' થી કરિયરની શરૂઆત કરનાર કરણ જોહર હવે રાઇટર તરીકે 'પ્યાર મેં જુનૂન હૈ, લેકિન દોસ્તીમેં સુકૂન હૈ...' સુધી પહોંચ્યા છે. નિરંજન આયંગરના ડાયલોગ્સમાં સ્પાર્ક છે. સ્ક્રીનપ્લેમાં ફર્સ્ટ હાફ થોડો વધુ બ્રિધીંગ સ્પેસ વાળો હોવો જોઇતો હતો. એક પછી એક લાઇન્સ એટલી બધી ફેંકાય કે દર્શક ને સમજવાની સ્પેસ ઓછી મળે. સેકન્ડ હાફમાં સાયલન્સનો ઉપયોગ સરસ થયો છે. એક્ટિંગમાં રણબીર ઉપર અનુષ્કા છવાઈ જાય એવા પણ સીન્સ છે! દિવાળીનો માહોલ છે, બધા સાથે મળીને જોઈ શકે તેવી સારી રીતે પૅક થયેલી આ ફિલ્મને ઉદારતાથી 3.5 મિર્ચીઝ out of 5 #adhm #ranbirkapoor #anushkasharma #aishwariyaraibachchan #karanjohar #fawadkhan Oct 30, 2016 84