RJ Dhvanit Best RJ in Gujarat Radio Mirchi

સતત નેગેટીવ વાતાવરણ વચ્ચે મનને સંતુલનમાં કેવી રીતે રાખવું? How NOT to get depressed? આજે Psychiatrist ડો. હંસલ ભચેચ સાથે ધ્વનિતની વાતચીત રાત્રે 9 pm on Instagram Live.. . Happy Minds - Dr. Hansal Bhachech . . #tamarodhvanittamarisathe #positivetalks #mentalhealth #psychologyfacts #positivitynuinjection #mentalhealthawareness #ahmedabad #mirchigujarati #RJDhvanit

Read More

જિંદગીને છલોછલ જીવવા માટે શું કરવું? જિંદગીને છલોછલ જીવવા માટે, મશીન બનતા અટકી જવું. જાતને મશીન બનતા રોકી દેવી. ‘ભાગ મિલખા ભાગ’ તો જોઇ જ હશે. મિલખા સિંઘે કેટલો સંઘર્ષ, કેટલી મહેનત કરેલી એ પણ જોયું હશે. મિલખા તો પ્રતિક છે. આપણું જગત, અસંખ્ય એવાં શૂરવીરોથી ભરચક છે, જેમણે જાતને જીતી હોય, ડરને નાથ્યો હોય, ઝઝૂમ્યાં હોય. જિંદગીને એટલી ભારે કયારેય બનાવી ના દેવી કે ઢસેડવી પડે, ખેંચવી પડે. જિંદગીનો એક જ પરપઝ છે, જાતને ઉંચકવી, પરિસ્થિતિથી ઉપર ઉઠવું, સંજોગોથી પર જઈને જિંદગીને માણવી. હું જાણું છું, કહેવું સહેલું છે, કરવું અઘરું; અઘરું છે પણ અશક્ય નહીં. “ઝિંદા હૈ, તો પ્યાલા પૂરા ભર લે...પૂરા..” છેલ્લે પૂરો શ્વાસ તમે ક્યારે લીધેલો? એક દમ ઊંડો, ફેફસાંના છેલ્લા પોલાણમાં તાજી હવા ભરાય એવો પૂરો શ્વાસ, છેલ્લે તમે ક્યારે લીધેલો? છેલ્લે પેટ ભરીને ક્યારે જમ્યા હતાં? દિલ ખુશ થઇ જાય એવું હોં! આમ ભાવતું ભોજન. મરવાના ડરથી જમ્યા હોય એવું નહિ, જીવીએ છિએ એવા આનંદથી જમ્યા હોવ. કોઇ પણ ડિસ્ટર્બન્સ વગરના.. ના મોબાઇલ કે ના કોઇ બીજી બધી આડી અવળી વાતો, એવું ભોજન કયારે કરેલું? જઠરને, જઠરાગ્નિને ગમે એવું ક્યારે જમ્યા હતાં? છેલ્લે શરીરને સ્ટ્રેચમ-સ્ટ્રેચ ક્યારે કરેલી? આમ બધાં જ સ્નાયુઓને મોજ પડી જાય, શિથીલ થવાની, ખેંચાવાની, મજા પડે એવી કસરતો ક્યારે કરેલી? બીજા બધાં કરે છે એટલે નહીં, જાતને ગમે એવો વ્યાયામ ક્યારે કરેલો? જીવવું હોય, તો ખુદને મશીન બનવાથી બચાવો દોસ્ત. બાળકો સાથે રમો, વૃદ્ધો સાથે વાતો કરો, મા ના ખોળામાં માથું મુકો, પપ્પાને ચંપી કરી આપો, પ્રિયજનને ચૂમી લો, જેટલું ચૂમી શકાય એટલું, મન ભરીને ચૂમી લો દોસ્ત.. આજે એક વસ્તુનો નિશ્ચય કરો, જે પણ કરો એ પૂરા દિલથી કરજો, અધૂરા મનથી નહિ. નાનામાં નાની પ્રવૃત્તિ અધૂરા ધ્યાન સાથે નહિ, પૂરા મન સાથે. એક નવો દિવસ મળ્યો જ છે, તો જિંદગી મુબારક દોસ્ત! હું છું પોઝિટીવીટીનો સુપર સ્પ્રેડર ધ્વનિત, કીપ સ્માઇલિંગ :) . . #dhunoftheday #tamarodhvanittamarisathe #positivitynuinjection #positivetalks #RjDhvanit #dearzindagi #topicalpost #ahmedabad #MirchiGujarati