Movie Review:Affraa Taffri @mitragadhvi @rjharshil @khushhhhh @chetandaiya @aakash_zala @sonali_lele_desai @evaproductionsofficial @actorprashant_barot @ragi_jani @parth_bhatt_editor @mukeshthakkar_04 @ankit.brahmbhatt @official_vrao @shreedharbhatt #affraataffri #kwalityproductions #evaproductions #gujaratifilm #bioscope #RjDhvanit
#MirchiMovieReview: #Baywatch #Wonderwoman PriyankaChopra Dwayne The Rock Johnson #priyankachopra #therock Baywatch Movie
#mirchimoviereview: #karsandaspayanduse #halfgirlfriend #hindimedium Karsandas Pay and Use Mayur Chauhan Aka Michael @deekshajoshi
#mirchimoviereview: #sarkar2 and #meripyaribindu ParineetiChopra Ayushmann Khurrana Amitabh Bachchan #parineetichopra #ayushmannkhurrana #amitabhbachchan #rgv #ramgopalverma
#mirchimoviereview: #muktibhawan “तुमने कभी देखा है खाली कटोरों में वसंत का उतरना यह शहर इसी तरह खुलता है इसी तरह भरता और खाली होता है यह शहर इसी तरह रोज़-रोज़ एक अनंत शव ले जाते हैं कंधे अंधेरी गली से चमकती हुई गंगा की तरफ़…………” - श्री केदार नाथ सिंह की कविता એક સમયે બધાં જેને બનારસ નામથી ઓળખતા હતા એ નગર એક સમયે કાશી તરીકે ઓળખાતું અને આજે એનું નામ વારાણસી છે. બનારસના લોકો મૃત્યુને એટલો જ ભાવ આપે છે જેટલો ભાવ એમણે યુપીના ઈલેક્શન વખતે કેજરીવાલને આપેલો બનારસના ઘાટ પર રોજ મૃત્યુ નહાતું હોય છે, વસ્ત્ર બદલતું હોય છે, શણગાર સજતું હોય છે. આપણે ત્યાં કહેવાય છે કે 'સુરતનું જમણ અને કાશીનું મરણ, જેને મળે એ નસીબદાર '. આ માન્યતાને અનુસરીને એક પિતા પોતાના પુત્રને છેક કાશી સુધી ખેંચી લાવે છે. પિતા એમ માને છે કે પોતાનો છેલ્લો સમય પાકી ગયો છે અને હવે છેલ્લો શ્વાસ તો પવિત્ર કાશીમાં જ ગંગાકિનારે લેવો છે. આ ફાધર-સન બનારસમાં જે સમય વ્યતીત કરે છે એ 'જર્ની ટુવર્ડ્સ ડેથ' એટલે આ ફિલ્મ - 'મુક્તિ ભવન'. દરેક પુત્રથી ક્યારેક તો પિતાને કહેવાઈ જ જતું હોય છે કે,'શું એક ની એક વાત વારંવાર કરો છો?' અને દરેક પિતા ક્યારેક તો પુત્રને ટોકે જ છે કે,'આ શું વળી એક હાથમાં કોળિયો અને બીજા હાથમાં ફોન!' આવા સુંદર ફાધર-સન કોન્વર્સેશન્સ છે આ ફિલ્મમાં. આદિલ હુસૈનનું પરફોર્મન્સ આ ફિલ્મનો મહા પ્લસ પોઇન્ટ છે. એક બીજી ખાસ વાત છે ફિલ્મની છબીકલા અને સાઉન્ડ ડિઝાઇન. વારાણસીના એક-એક અવાજને બખૂબી કેપ્ચર કરવામાં આવ્યો છે. બેકગ્રાઉન્ડ સ્કોરમાં બોલકું સાયલન્સ છે!નવનીન્દ્ર બહેલ ઘણા લાંબા સમય પછી ટીવી સિરિયલ સિવાય કોઈ કૃતિમાં જોવા મળ્યા. એમની હાજરી ફિલ્મને જરૂરી ઊંડાણ આપે છે. જો તમને શિપ ઓફ થીસીયસ ગમી હોય તો શુભાશિષ ભૂટિયાનીની ફિલ્મ 'હોટેલ સાલવેશન - મુક્તિ ભવન' પણ ગમશે આ એક એવી ફિલ્મ છે જ્યાં સિનેમાના પરદે મૃત્યુ સજીવન થાય છે ફિલ્મના અંતમાં આવતી પિતાની જાતે લખેલી મૃત્યુનોંધમાં એક પંક્તિ આપણા માટે એક મેસેજ લઈને આવે છે - કરો વહી જો મનકો ભાવે વરના જીવનભર પછતાવે! #mirchibioscope #varanasi Apr 09, 2017 52