#mirchimoviereview: Listen to the detailed Bioscope of #shivaay and #aedilhaimushkil. #adhm #ajaydevgn #ranbirkapoor #anushkasharma #aishwariyaraibachchan #karanjohar
#mirchimoviereview: શિવાય - ધારો કે તમે પ્રેમના નહીં, બલકે ઍક્શનના દીવાના હો અને ‘શિવાય’માં ઘૂસ્યા તો પત્યું! ખૂબ બધા પ્રમોશન પછી હવે આપણને ખબર છે કે શિવાય ખુદ અજય દેવગણે જ પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરી છે. બલ્ગેરિયાના અત્યંત ખૂબસૂરત અને જબરદસ્ત બર્ફીલા પહાડોમાં અજય દેવગણે એકદમ નિરાંતે શૂટિંગ કર્યું છે. એકદમ દિલધડક રીતે બરફનું તોફાન, કાર ચેઝ, એક્શન સિક્વન્સીસ ફિલ્માવવામાં આવ્યાં છે. અજય દેવગણ એકલે હાથે સંખ્યાબંધ લોકોને બચાવે છે અને એના કરતાં ક્યાંય વધારે લોકોને કાયમ માટે સૂવડાવી દે છે. સિનેમેટોગ્રાફીની દૃષ્ટિએ શિવાય એકદમ જબરદસ્ત મુવી છે. - પરંતુ સૌથી મોટો લોચો ફિલ્મની સ્ટોરીમાં છે. અહીં પણ સ્ટોરીમાં કશું જ નવું નથી. અજય દેવગણની બલ્ગેરિયન ગર્લફ્રેન્ડથી થયેલી આઠ વર્ષની દીકરી બલ્ગેરિયામાં કિડનેપ થઈ જાય છે અને અજય એને ગમે તે ભોગે બચાવવા નીકળે છે. પરંતુ આ આખી વાત એટલી બધી હાસ્યાસ્પદ, દિમાગ વિનાની અને અતિશય લાંબી છે કે આપણને થાય કે હવે આ ફિલ્મ પતે તો આપણો છુટકારો થાય. તદ્દન નાનકડી સ્ટોરીને અજય દેવગણે હદ બહાર ખેંચી છે. - આખી ફિલ્મમાં નૅચરલી અજય દેવગણ જ છવાયેલો રહે છે એટલે વીર દાસ, સૌરભ શુક્લા, સાયેશા, ગિરિશ કર્નાડ અને બે વિદેશી અભિનેત્રીઓ એરિકા કાર તથા ચાઇલ્ડ એક્ટર એબિગેલ એમ્સ વગેરે બધા જ હાંસિયામાં ધકેલાઈ ગયા છે. - એટલું ખરું કે સંગીતકાર મિથૂને આપેલું ફિલ્મનું મ્યુઝિક પણ સરસ છે. ખાસ કરીને ‘બોલો હરહર’, ‘દરખાસ્ત’ સરસ બન્યાં છે. પરંતુ બેકગ્રાઉન્ડ સ્કોર બહુ નબળો છે. અમુક મિનિટો માટે આવતાં ગીતો અને તેની સામે પહાડ જેવડી મોટી કંટાળાજનક ફિલ્મ. અજય દેવગણની આ કમ્પ્લિટ નોનસેન્સ ફિલ્મને સહન કરવા માટે પણ અલગ પ્રકારની શક્તિ જોઇએ તેવું છે. સ્ટોરીને બદલે માત્ર એક્શન પર જ ધ્યાન કેન્દ્રિત કરાયેલી આ ફિલ્મને તેની એક્શનમાં કરાયેલી મહેનત માટે 2 મિર્ચીઝ out of 5 #shivaay #ajaydevgn Oct 29, 2016 4
First reaction after watching #adhm and #shivaay #aedilhaimushkil #ajaydevgan #aishwariyaraibachchan #ranbirkapoor #anushkasharma
First reaction after watching #adhm and #shivaay #aedilhaimushkil #review @karanjohar @anushkasharma @ranbirkapoor @ajaydevgn