એક તરફ પરપ્રાંતિય મજૂરો વતન પાછા જાય છે અને બીજી બાજુ જો મજૂરો જતા રહેશે તો ધંધો કેવી રીતે ચાલશે? અર્થતંત્ર નું હવે શું, એવો એક ડર છે. અને આ બેઉ extremes ની વચ્ચે હું એક પોઝિટિવ વાત લઈને આવ્યો છું. 54 શ્રમજીવી મિત્રો - સુથાર,બાંધકામ કરનાર,રંગકામ કામદારો... યુપી,એમ.પી અને હરિયાણાના 54 જેટલા મજૂરો લોકડાઉનમાં ફસાઈ ગયા.
પલસાણા ગામ, જીલ્લા-સીકર, રાજસ્થાનમાં 14 દિવસ આ લોકો ક્વોરૅન્ટીન કરવામાં। આવ્યા. એ લોકો કોવિડ પોઝિટિવ ન હતા પણ ગામ ની સ્કૂલમાં 14 દિવસ રહેવાનું હતું. બધા ચિંતિત હતાં, પૈસા ન હતા, ચોઈસ પણ ન હતી. તો રહ્યાં સ્કૂલમાં! ગામલોકોએ 54 પલંગની વ્યવસ્થા કરી. સાફ ચાદરો, ઘર નું ભોજન , દિવસમાં 3 વાર ભોજન મળે એવી વ્યવસ્થા હતી અને એ પણ ગ્રામવાસીઓના ઘરેથી. જેવું 14 દિવસ નું ક્વોરૅન્ટીન પુરૂં થયું એટલે આ મજૂરોએ નક્કી કર્યું કે આ ગામ ને કંઈક પાછું આપવું જોઈએ. ગામવાળાની ભલમનસાઈનો બદલો વાળીએ.
સ્કૂલનું એ બિલ્ડિંગ જ્યાં એ લોકો રહ્યાં હતાં એને નવીનીકરણની જરુર હતી. તમે ધારી શકો એ લોકોએ શું કયુઁ? મજૂરોએ કહ્યું, “અમે વિના મૂલ્યે આ રીનોવેશન કરી આપીએ. બસ ખાલી સામગ્રી લાવી આપો.” બારણાં રિપેર થયાં. બારીઓ રિપેર થઈ. આખી સ્કૂલને નવો કલર કરવામાં આવ્યો. 54 મજૂરોએ એ સ્કૂલને ચકચકિત કરી આપી, ખૂણેખૂણો નવો કરી આપ્યો રંગરોગાન કરીને. એમના મનમાં એક જ વાત હતી કે, આ ગામે અમને ઘર ની જેમ સાચવ્યા, એકેય પૈસો લીધો નથી 14 દિવસ માટે તો અમે તો માત્ર અમારા કૌશલ્ય વડે એનાં ઉપકારનું ઋણ ચૂકવવા નો પ્રયત્ન કર્યો છે. આ ગામની એવી પણ મહિલાઓ છે જેમનાં પતિઓ હજુ પણ બીજા રાજ્યોમાં ફસાયેલા છે. કદાચ આજકાલમાં પાછા વળશે. તો વાત આ છે! અત્યારે જયારે આપણે દરેક વસ્તુમાં નેગેટીવીટી જોઈ રહ્યા છીએ... નેતાઓનો વાંક, લોકોનો વાંક, વહીવટી તંત્રનો વાંક, ફલાણા સમુદાયનો વાંક, ઈશ્વરનો વાંક, કુદરતનો વાંક... ત્યારે આવી પોઝિટિવ વાત માણસાઈમાં વિશ્વાસ પુન:જીવિત કરે છે. આ છે We The People! આ છે અસલી રિપબ્લિક ઓફ ઈન્ડિયા. પેલા 54 મજુરોમાં હિન્દુઓ પણ છે, મુસ્લિમ પણ છે. પેલા ગામમાં જ્યાંથી રોજ ખાવાનું આવતું હતું એમાંય દરેક જાતના લોકો છે. પણ તેઓ વિખવાદમાં નહીં માણસાઈમાં વિશ્વાસ ધરાવેે છે. અને એમને શ્રદ્ધા છે શિક્ષામાં. પેલી નવીનીકરણ થયેલી સ્કૂલ એ માણસાઈનું, સાચા શિક્ષણનું પ્રતિબિંબ છે. જરા એક મિનિટ માટે તમે તમારી જાત ને આ ગામવાસીઓના કે પછી મજૂરોના પક્ષમાં મૂકી જુઓ અને વિચારો કે તમે શું કયુઁ હોત જો તમે એમની જગ્યા પર હોત તો? મિર્ચી પર હું છું ધ્વનિત તમારી સાથે.. Good morning my dear!
#MorningM
એક તરફ પરપ્રાંતિય મજૂરો વતન પાછા જાય છે અને બીજી બાજુ જો મજૂરો જતા રહેશે તો ધંધો કેવી રીતે ચાલશે? અર્થતંત્ર નું હવે શું, એવો એક ડર છે. અને આ બેઉ extremes ની વચ્ચે હું એક પોઝિટિવ વાત લઈને આવ્યો છું. 54 શ્રમજીવી મિત્રો - સુથાર,બાંધકામ કરનાર,રંગકામ કામદારો... યુપી,એમ.પી અને હરિયાણાના 54 જેટલા મજૂરો લોકડાઉનમાં ફસાઈ ગયા. પલસાણા ગામ, જીલ્લા-સીકર, રાજસ્થાનમાં 14 દિવસ આ લોકો ક્વોરૅન્ટીન કરવામાં। આવ્યા. એ લોકો કોવિડ પોઝિટિવ ન હતા પણ ગામ ની સ્કૂલમાં 14 દિવસ રહેવાનું હતું. બધા ચિંતિત હતાં, પૈસા ન હતા, ચોઈસ પણ ન હતી. તો રહ્યાં સ્કૂલમાં! ગામલોકોએ 54 પલંગની વ્યવસ્થા કરી. સાફ ચાદરો, ઘર નું ભોજન , દિવસમાં 3 વાર ભોજન મળે એવી વ્યવસ્થા હતી અને એ પણ ગ્રામવાસીઓના ઘરેથી. જેવું 14 દિવસ નું ક્વોરૅન્ટીન પુરૂં થયું એટલે આ મજૂરોએ નક્કી કર્યું કે આ ગામ ને કંઈક પાછું આપવું જોઈએ. ગામવાળાની ભલમનસાઈનો બદલો વાળીએ. સ્કૂલનું એ બિલ્ડિંગ જ્યાં એ લોકો રહ્યાં હતાં એને નવીનીકરણની જરુર હતી. તમે ધારી શકો એ લોકોએ શું કયુઁ? મજૂરોએ કહ્યું, “અમે વિના મૂલ્યે આ રીનોવેશન કરી આપીએ. બસ ખાલી સામગ્રી લાવી આપો.” બારણાં રિપેર થયાં. બારીઓ રિપેર થઈ. આખી સ્કૂલને નવો કલર કરવામાં આવ્યો. 54 મજૂરોએ એ સ્કૂલને ચકચકિત કરી આપી, ખૂણેખૂણો નવો કરી આપ્યો રંગરોગાન કરીને. એમના મનમાં એક જ વાત હતી કે, આ ગામે અમને ઘર ની જેમ સાચવ્યા, એકેય પૈસો લીધો નથી 14 દિવસ માટે તો અમે તો માત્ર અમારા કૌશલ્ય વડે એનાં ઉપકારનું ઋણ ચૂકવવા નો પ્રયત્ન કર્યો છે. આ ગામની એવી પણ મહિલાઓ છે જેમનાં પતિઓ હજુ પણ બીજા રાજ્યોમાં ફસાયેલા છે. કદાચ આજકાલમાં પાછા વળશે. તો વાત આ છે! અત્યારે જયારે આપણે દરેક વસ્તુમાં નેગેટીવીટી જોઈ રહ્યા છીએ... નેતાઓનો વાંક, લોકોનો વાંક, વહીવટી તંત્રનો વાંક, ફલાણા સમુદાયનો વાંક, ઈશ્વરનો વાંક, કુદરતનો વાંક... ત્યારે આવી પોઝિટિવ વાત માણસાઈમાં વિશ્વાસ પુન:જીવિત કરે છે. આ છે We The People! આ છે અસલી રિપબ્લિક ઓફ ઈન્ડિયા. પેલા 54 મજુરોમાં હિન્દુઓ પણ છે, મુસ્લિમ પણ છે. પેલા ગામમાં જ્યાંથી રોજ ખાવાનું આવતું હતું એમાંય દરેક જાતના લોકો છે. પણ તેઓ વિખવાદમાં નહીં માણસાઈમાં વિશ્વાસ ધરાવેે છે. અને એમને શ્રદ્ધા છે શિક્ષામાં. પેલી નવીનીકરણ થયેલી સ્કૂલ એ માણસાઈનું, સાચા શિક્ષણનું પ્રતિબિંબ છે. જરા એક મિનિટ માટે તમે તમારી જાત ને આ ગામવાસીઓના કે પછી મજૂરોના પક્ષમાં મૂકી જુઓ અને વિચારો કે તમે શું કયુઁ હોત જો તમે એમની જગ્યા પર હોત તો? મિર્ચી પર હું છું ધ્વનિત તમારી સાથે.. Good morning my dear! #MorningM