દિલ્હીમાં ભાષણ વખતે ઓબામાએ શાહરૂખનો ડાયલોગ માર્યો - 'બડે બડે દેશોંમેં
એસી છોટી છોટી બાતેં હોતી રહેતી હૈ...'
કલ્પના કરો જો બીજા લોકોને ચાન્સ મળે તો શાહરૂખનો કયો ડાયલોગ વાપરે?
1. નવાઝ શરીફ ને પૂછો કે દાઉદને કેમ હેન્ડ ઓવર કરતાં નથી તો એ કહેશે
'ડોનકો પકડના મુશ્કિલ હી નહીં નામુમકિન હૈ!'
2. કેજરીવાલ જીત્યા કે હાર્યા પછી કહેશે - 'આઈ લવ યુ ..ક...ક..ક..કિરન (જી)!'
3. સાઉથ આફ્રિકા ના ક્રિકેટર્સ બીગ ટુર્નામેન્ટસ માં છેલ્લી ઘડીએ ફસકી
જવા માટે 'ચોકર્સ' ના નામ થી કુખ્યાત છે. એમનો ડાયલોગ - 'હાર કે જીતને
વાલે કો બાઝીગર કહેતે હૈ.'
4. ચીનના જીન પીંગ એમની 'જમીન પચાઓ' સ્ટ્રેટજી માટે કહેશે - ' આજ એક
ઇંચ ઔર છીન લો...આજ એક પહાડી ઔર હડપ લો...ક્યા પતા કલ હો ના હો!'
5. અભિષેક બચ્ચન, તુષાર કપૂર, જેકી ભગનાની અને સિદ્ધાર્થ માલ્યા - આ
બધાં 'કભી ખુશી કભી ગમ'નો ડાયલોગ બોલશે - 'ઝિંદગીમેં અગર કુછ બનના હો
તો આંખ બંધ કર કે અપને માં પાપા કા નામ લો. હર મુશ્કિલ આસાન હો જાએગી!'
6. સની લિયોની એના દરેક ફેન ને કહેશે - 'પિકચર અભી બાકી હૈ મેરે દોસ્ત!'
7. અન્ના હજારેને કોઈ પૂછો કે દિલ્લી માં કોણ જીતશે? તો એ કહેશે - 'મેરે
કિરન-અરવિંદ આયેંગે!'
8. મોદી સાહેબ ને શાહરૂખનો એક ડાયલોગ પરફેકટ લાગુ પડે - 'અગર કીસી ચીઝ
કો દિલ સે ચાહો તો પૂરી કાયનાત ઉસે તુમસે મિલાને કી કોશિશ મેં લગ જાતી
હૈ!"
.
અને, સ્વ. આર.કે.લક્ષ્મણને ટ્રીબ્યુટ આપતાં ભારતનો દરેક આમ આદમી
'ચેન્નાઈ એક્સપ્રેસ' નો ડાયલોગ કહેશે - 'ડોન્ટ અંડરએસ્ટીમેટ ધ પાવર ઓફ અ
કોમન મેન!'
DDLJ, Obama