ગયા અઠવાડિયે ગુરુવારે ટ્વીટર પર ધમાલ મચી ગઈ. ગુજરાતી હેશટેગ જબરદસ્ત ટ્રેન્ડીંગ હતું વિશ્વભરમાં ફેલાયેલા પણ ટ્વીટર થકી જોડાયેલા ગુજરાતીઓએ પોતાનો મિજાજ બતાવ્યો અને #નાચાલે એવા હેશટેગ દ્વારા રમૂજ પેદા કરી. મને એમ થયું કે ચાલો હું પણ આ ટ્રેન્ડમાં કૉન્ટ્રીબ્યુટ કરું. તો મમળાવો મારા અમુક ઓબ્ઝર્વેશન્સ - 1. ડીઝલના ભાવ ઘટે તોય દૂધના ભાવ ના ઘટે એ #નાચાલે 2. રામગોપાલ વર્માનું પીચ્ચર. ... હવે #નાચાલે 3. દૂધની કોથળી ડાયરેક્ટ મહાદેવને ચઢાવે. #નાચાલે 4. સલમાન વગર બીગ બોસ #નાચાલે 5. સાહેબને દરેક ભાષણમાં 'મિત્રોઓઓઓઓ ....' બોલ્યા વગર #નાચાલે 6. શર્ટ વગરનો અનિલકપૂર #નાચાલે 7. નારોલ - પીરાણા રોડ પર કચરાનો ડુંગર #નાચાલે 8. વરઘોડામાં નાગિન ડાન્સ વગર #નાચાલે 9. પાર્ટટાઈમ સેવા-પૂજા કરીને ફુલટાઈમ આશીર્વાદની અપેક્ષા રાખો #નાચાલે 10. એક અખરોટ પણ દાંત વડે તોડી ના શકો? #નાચાલે 11. 500ની ડીશ જમીને 51નો ચાંલ્લો કરો તો #નાચાલે 12. ગર્લફ્રેન્ડ આપણા મોબાઈલમાં બધું ચેક કરે, પણ આપણે એનો ફોન અડીએ એય #નાચાલે? 13. મહુડીની સુખડી મંદિરની બહાર લાવો તો #નાચાલે 14. મેં તારા ફોટોને ફેસબુક પર લાઈક કર્યો અને તું મારા ફોટોને લાઈક જ નથી કરતો ! #નાચાલે 15. પાણીપુરી ખાધા પછી ફ્રી મસાલા પૂરી અને બે કોરી ખાધા વગર #નાચાલે 16. તારે જયારે કામ હોય ત્યારે પચાસ ફોન કરે. મારે કામ હોય તો ઉપાડે પણ નહી ? #નાચાલે Extra cheese : ખાલી એક જ રાજ્યમાં દારૂબંધી ? #નાચાલે (From my article in NavGujarat Samay) Oct 04, 2015 1387
સાહેબને દરેક ભાષણમાં 'મિત્રોઓઓઓઓ ....' બોલ્યા વગર #નાચાલે @adhirasy @vlvareloaded @GujTwT Oct 01, 2015 9