બધાને દેખાય છે તોય કોઈ જોતું નથી ભૂલ કરીએ તો મનમાં કાંઈ હોતું નથી? - લિ. આપણે પોતે આ વિડીયો AMC એ શૂટ કરેલો આપણો અરીસો છે. ગઈકાલે મેં મારા વધુ એક સંબંધીને કોવિડમાં ગુમાવ્યા. ફરી હોસ્પિટલ ગયો. ફરી સ્મશાને ગયો. 25 દિવસ હોસ્પિટલમાં રહેલ વ્યક્તિ ઘરે પાછા જ ન આવે, એમને હોસ્પિટલથી પ્રોટોકોલ મુજબ સીધા જ સ્મશાને લઈ જવાના, એમનો ચહેરો પણ મન ભરીને જોવા ન મળે, સાજા થવાની અણી પર એકઝિટનો આઘાત... આ બધું થકવી નાંખે છે. નિયમપાલન-સંયમ જાળવવાના થાક કરતાં કોઈને કાયમ માટે ગુમાવવાનો થાક મોટો છે, આ વાત જેને સમજાય એ જ નિયમોનું પાલન કરી શકે. જેણે કોઈ અંગત વ્યક્તિને કોરોનામાં હેરાન થતા જોયાં છે, એ જ સતર્ક રહે છે...બાકી બધાં બેદરકાર. હું જે-જે ગાર્ડનમાં સવારે ચાલવા જાઉં છું ત્યાં ૯૯ ટકા મોર્નિગ વોકર્સ માસ્ક નાક નીચે રાખીને ફરે છે. બસ મેં વિડીયો નથી લીધો. Those who care for their own health, care the least for their life and health of others! રોજ કામ કરવું, કમાવું જરૂરી છે જ.. પણ આમ માસ્ક નાક નીચે રાખીને નાક શું કામ કપાવીએ? RJ ધ્વનિત

Best RJ in Gujarat, Radio Mirchi

Let's Connect

sm2p0