“એ મમ્મા, દેડકાને શરદી થાય? દેડકાને શરદી થાય તો એ છીંક ખાય?” એક બાળક તમને આવો ભોળો સવાલ પૂછે તો તમે શું જવાબ આપો? આજકલ મોટાભાગના પેરેન્ટ્સને હું જોઉં છું.. જમાડતી વખતે સામે મોબાઈલ રાખ્યો હોય. મોબાઈલ વગર બાળક જમે નહીં, આવો તો કેવો ઉછેર? દસ બાળગીતો માં-બાપને આવડતા ના હોય. અને એના પછી યુટ્યુબનો સહારો લેવો પડે. એમાં કાંઈ વાંધો નથી પણ એ બાળગીતો પહેલાં જાતે શીખો ને! સીધું બાળક સામે કેમ ધરી દો છો? આજની ધૂન ઓફ ધ ડે.. तारे ज़मीन पर નું એક એવું ગીત જે કેટલાય પેરેન્ટ્સે બાળકને મોબાઈલમાં બતાવ્યું હશે, પરંતુ એના શબ્દો પર ધ્યાન નહીં પડ્યું હોય. પ્રસૂન જોશીએ સરસ કલ્પના કરી છે આ ગીતમાં કે, देखो देखो क्या ये पेड़ है, चादर ओढ़े या खड़ा कोई ‘જુઓ આ કોઈ ઝાડ છે કે પછી જાણે ચાદર ઓઢીને કોઈ ઉભું છે? અરે જુઓ આ વરસાદ છે કે આકાશમાં કોઈ નળ ખુલ્લો રહી ગયો છે? જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. જો તમે પોઝીટીવ તો દુનિયા પોઝીટીવ. ઘણાં બાળકો એવા હોય જે ખૂબ બધાં સવાલો પૂછતાં હોય. અને પછી આજુબાજુના બધાં એનાથી કંટાળે! ના, જરાય અકળાવાનું નહીં અને બાળકની ક્યુરીયોસિટી, એનું વિસ્મય સંતોષાય એવા જવાબો આપવાના. આ ગીતમાં કેવી મસ્ત વાત છે કે માછલીઓ ઉડતી કેમ નથી? અને આ સૂરજ રોજ નહાતો હશે કે પછી બાથરૂમમાંથી ખાલી વાળ જરા ભીના કરીને બહાર નીકળતો હશે ને બધાને ઉલ્લુ બનાવતો હશે? તમારી સાથે એક્ઝામમાં થયું હશે. બધું ભયંકર ગોખીને તૈયાર કર્યું હોય ને પરીક્ષામાં જયારે લખવાનો વારો આવે ત્યારે કશું યાદ જ ના આવે! આંખ બંધ કરો ને તો અંધારા આવે! આ વાતને ગીતકારે કેવી મસ્ત રીતે રજુ કરી છે કે, ‘રટ રટ કે કયું ટેન્કર ફુલ? આંખે બંધ તો ડબ્બા ગુલ! બંધ દરવાઝે ખોલ રે હો જા બિન્દાસ બોલ રે!’ એજ્યુકેશન ગોખણીયું જ્ઞાન નહીં, experiential હોવું જોઈએ. આગળ જતાં જીવનમાં ખરેખર કામમાં આવું જોઈએ. બાકી એવા કેટલાંય હોય છે જે સ્કુલમાં topper હોય હોય અને આગળ જતાં ખાસ કંઈ ઉકાળ્યું ના હોય. તો તમે બાળક સાથે પિલો ફાઈટ કરો છો કે નહીં ? મન મૂકીને એની સાથે બંધ રૂમમાં જેવો આવડે એવો ડાન્સ કરો છો કે નહીં? બાળકની સાથે બાળક જેવા થાઓ છો કે નહીં? એને કલ્પનાની પાંખો આપો છો, કે પછી મોબાઈલને ચોંટેલી આંખો? ધ્વનિત તરફથી Happy Children’s Day!

BumBumBole

“એ મમ્મા, દેડકાને શરદી થાય? દેડકાને શરદી થાય તો એ છીંક ખાય?” એક બાળક તમને આવો ભોળો સવાલ પૂછે તો તમે શું જવાબ આપો? આજકલ મોટાભાગના પેરેન્ટ્સને હું જોઉં છું.. જમાડતી વખતે સામે મોબાઈલ રાખ્યો હોય. મોબાઈલ વગર બાળક જમે નહીં, આવો તો કેવો ઉછેર? દસ બાળગીતો માં-બાપને આવડતા ના હોય. અને એના પછી યુટ્યુબનો સહારો લેવો પડે. એમાં કાંઈ વાંધો નથી પણ એ બાળગીતો પહેલાં જાતે શીખો ને! સીધું બાળક સામે કેમ ધરી દો છો? આજની ધૂન ઓફ ધ ડે.. #BumBumBole तारे ज़मीन पर નું એક એવું ગીત જે કેટલાય પેરેન્ટ્સે બાળકને મોબાઈલમાં બતાવ્યું હશે, પરંતુ એના શબ્દો પર ધ્યાન નહીં પડ્યું હોય. પ્રસૂન જોશીએ સરસ કલ્પના કરી છે આ ગીતમાં કે, देखो देखो क्या ये पेड़ है, चादर ओढ़े या खड़ा कोई ‘જુઓ આ કોઈ ઝાડ છે કે પછી જાણે ચાદર ઓઢીને કોઈ ઉભું છે? અરે જુઓ આ વરસાદ છે કે આકાશમાં કોઈ નળ ખુલ્લો રહી ગયો છે? જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. જો તમે પોઝીટીવ તો દુનિયા પોઝીટીવ. ઘણાં બાળકો એવા હોય જે ખૂબ બધાં સવાલો પૂછતાં હોય. અને પછી આજુબાજુના બધાં એનાથી કંટાળે! ના, જરાય અકળાવાનું નહીં અને બાળકની ક્યુરીયોસિટી, એનું વિસ્મય સંતોષાય એવા જવાબો આપવાના. આ ગીતમાં કેવી મસ્ત વાત છે કે માછલીઓ ઉડતી કેમ નથી? અને આ સૂરજ રોજ નહાતો હશે કે પછી બાથરૂમમાંથી ખાલી વાળ જરા ભીના કરીને બહાર નીકળતો હશે ને બધાને ઉલ્લુ બનાવતો હશે? તમારી સાથે એક્ઝામમાં થયું હશે. બધું ભયંકર ગોખીને તૈયાર કર્યું હોય ને પરીક્ષામાં જયારે લખવાનો વારો આવે ત્યારે કશું યાદ જ ના આવે! આંખ બંધ કરો ને તો અંધારા આવે! આ વાતને ગીતકારે કેવી મસ્ત રીતે રજુ કરી છે કે, ‘રટ રટ કે કયું ટેન્કર ફુલ? આંખે બંધ તો ડબ્બા ગુલ! બંધ દરવાઝે ખોલ રે હો જા બિન્દાસ બોલ રે!’ એજ્યુકેશન ગોખણીયું જ્ઞાન નહીં, experiential હોવું જોઈએ. આગળ જતાં જીવનમાં ખરેખર કામમાં આવું જોઈએ. બાકી એવા કેટલાંય હોય છે જે સ્કુલમાં topper હોય હોય અને આગળ જતાં ખાસ કંઈ ઉકાળ્યું ના હોય. તો તમે બાળક સાથે પિલો ફાઈટ કરો છો કે નહીં ? મન મૂકીને એની સાથે બંધ રૂમમાં જેવો આવડે એવો ડાન્સ કરો છો કે નહીં? બાળકની સાથે બાળક જેવા થાઓ છો કે નહીં? એને કલ્પનાની પાંખો આપો છો, કે પછી મોબાઈલને ચોંટેલી આંખો? ધ્વનિત તરફથી Happy Children’s Day!

Let's Connect

sm2p0