આ જૂના Memeમાં મને મજા પડી! મને યાદ છે, ૨૦૦૪માં મેં હિમેશનો એ વખતે ઈન્ટરવ્યૂ કર્યો હતો જ્યારે એમનું કોઈ ખાસ બ્રાન્ડીંગ થયું નહોતું. નાકમાંથી ગવાયેલા ગીતોની શરુઆત નહોતી થયેલી. હું એમના ‘તેરે નામ’ના ‘તુમ સે મિલના’ માં પિયાનો ઈન્ટ્રો મ્યુઝિકનો ફેન. ‘ચુનરિયા’ શબ્દ એમના માટે લકી રહ્યો, ‘ઓઢ લી ચુનરિયા’, તેરી ચુનરિયા દિલ લે ગઈ’, ‘રન’ ફિલ્મના ‘ચુનર ચુનર’ ગીતો વિશે મજાની વાતો ફોન પર કરેલી. ‘રન’ એટલે વિજય રાઝનું એપિક કોમિક પરફોર્મન્સ. ‘સિલસિલે’ ના અમુક ગીતો પણ સારા હતા. એ પછી, ૨૦૦૫ માં આવ્યો પેન્ડેમિક!! ‘ઉંઉંઉંઉંઉંઉં...આશિક બનાયા આપને’ થી શરૂઆત થયેલી. એક એવું ગીત જે ટીવી પર આવે એટલે બાજુમાં મમ્મી બેઠી હોય તો તરત ચેનલ બદલી નાખવી પડતી. મારા એક ફ્રેન્ડના દીકરાએ તો નિર્દોષતાથી ડ્રોઈંગ રુમના ટીવી પર આ ગીત જોઈને રસોડામાં કામ કરતી એની મમ્મીને પૂછી પણ લીધેલું,” મમ્મી, આ અંકલ-આંટી શું કરે છે?’ એક સમયે મારા ઈવનીંગ શો ‘બંપર ટુ બંપર’માં કલાકના દસમાંથી નવ ગીતો હિમેશના વાગતા!! એ સમયે આ PR એજન્સીઝ નહોતી. એટલે ‘ચા કરતાં કિટલી ગરમ’ વાળો ત્રાસ નહોતો. મેં હિમેશના ટેલિફોનીક ઈન્ટરવ્યુ માટે એમની પાસે સમય માંગ્યો. એમણે આઠ વાગ્યાનો સમય આપ્યો. આઠ વાગ્યે ફોન કર્યો તો ગીતનું રેકોર્ડીંગ ચાલુ હતું. સાડા-નવ, અગિયાર, બાર, દોઢ એમ કરતાં કરતાં છેક રાત્રે અઢી વાગ્યે એમણે ઈન્ટરવ્યુ આપ્યો. ખૂબ યાદગાર હતું એ ઓડિયો-યુદ્ધ! દેશમાં પહેલી વાર કોઈએ હિંમત કરીને હિમેશને પૂછ્યું હતું,’ સર, આપ નાક સે કયું ગાના ગાતે હૈં?’ એ પછી તો મેં એવા ત્રણ ઈન્ટરવ્યુઝ કર્યા હતા એક-એક કલાકના ૨૦૦૫ થી ૨૦૦૭ દરમ્યાન. એમાંય છેલ્લો ઈન્ટરવ્યુ તો ફેસ-ટુ-ફેસ હતો. એમાં મેં હિમેશ સાથે એક ટીખળી રેપિડ ફાયર રાઉન્ડ કર્યો હતો. એમના ગીતોના અંતરા કે ઈન્ટરલ્યુડ મ્યુઝિક સંભળાવીને પૂછ્યું કે,’ અમને તો તમારા બધા ગીતો સરખા જ સંભળાય છે, તમે ઓળખી શકો આ ધુન કયા ગીતની છે?!’ એમણે દરેક અંતરાની ધુન સાંભળીને ગીતના મુખડા ગાઈ બતાવ્યા હતા અને મને કહેલું,’ તુમ બહોત બદતમીઝ હો યાર...ઔર યે લાઈન એડિટ મત કરના!’ એ દરેક ઈન્ટરવ્યુમાં એક વાત હિમેશ ભારપૂર્વક જણાવતાં કે,’ મારી પાસે ૪૦૦ ગીતોની બેંક છે.’ એક ફિલ્મના ૪ ગીત લેખે હજુ આપણા સુધી કેટલા પહોંચવાના બાકી?! લોચો ઠાકુર!

Best RJ in Gujarat, Radio Mirchi

RJ Dhvanit, Best RJ in Gujarat, Radio Mirchi

આ જૂના Memeમાં મને મજા પડી!

મને યાદ છે, ૨૦૦૪માં મેં હિમેશનો એ વખતે ઈન્ટરવ્યૂ કર્યો હતો જ્યારે એમનું કોઈ ખાસ બ્રાન્ડીંગ થયું નહોતું. નાકમાંથી ગવાયેલા ગીતોની શરુઆત નહોતી થયેલી. હું એમના ‘તેરે નામ’ના ‘તુમ સે મિલના’ માં પિયાનો ઈન્ટ્રો મ્યુઝિકનો ફેન. ‘ચુનરિયા’ શબ્દ એમના માટે લકી રહ્યો, ‘ઓઢ લી ચુનરિયા’, તેરી ચુનરિયા દિલ લે ગઈ’, ‘રન’ ફિલ્મના ‘ચુનર ચુનર’ ગીતો વિશે મજાની વાતો ફોન પર કરેલી. ‘રન’ એટલે વિજય રાઝનું એપિક કોમિક પરફોર્મન્સ. ‘સિલસિલે’ ના અમુક ગીતો પણ સારા હતા. એ પછી, ૨૦૦૫ માં આવ્યો પેન્ડેમિક!! ‘ઉંઉંઉંઉંઉંઉં...આશિક બનાયા આપને’ થી શરૂઆત થયેલી. એક એવું ગીત જે ટીવી પર આવે એટલે બાજુમાં મમ્મી બેઠી હોય તો તરત ચેનલ બદલી નાખવી પડતી. મારા એક ફ્રેન્ડના દીકરાએ તો નિર્દોષતાથી ડ્રોઈંગ રુમના ટીવી પર આ ગીત જોઈને રસોડામાં કામ કરતી એની મમ્મીને પૂછી પણ લીધેલું,” મમ્મી, આ અંકલ-આંટી શું કરે છે?’

એક સમયે મારા ઈવનીંગ શો ‘બંપર ટુ બંપર’માં કલાકના દસમાંથી નવ ગીતો હિમેશના વાગતા!!

એ સમયે આ PR એજન્સીઝ નહોતી. એટલે ‘ચા કરતાં કિટલી ગરમ’ વાળો ત્રાસ નહોતો. મેં હિમેશના ટેલિફોનીક ઈન્ટરવ્યુ માટે એમની પાસે સમય માંગ્યો. એમણે આઠ વાગ્યાનો સમય આપ્યો. આઠ વાગ્યે ફોન કર્યો તો ગીતનું રેકોર્ડીંગ ચાલુ હતું. સાડા-નવ, અગિયાર, બાર, દોઢ એમ કરતાં કરતાં છેક રાત્રે અઢી વાગ્યે એમણે ઈન્ટરવ્યુ આપ્યો. ખૂબ યાદગાર હતું એ ઓડિયો-યુદ્ધ! દેશમાં પહેલી વાર કોઈએ હિંમત કરીને હિમેશને પૂછ્યું હતું,’ સર, આપ નાક સે કયું ગાના ગાતે હૈં?’

એ પછી તો મેં એવા ત્રણ ઈન્ટરવ્યુઝ કર્યા હતા એક-એક કલાકના ૨૦૦૫ થી ૨૦૦૭ દરમ્યાન.

એમાંય છેલ્લો ઈન્ટરવ્યુ તો ફેસ-ટુ-ફેસ હતો. એમાં મેં હિમેશ સાથે એક ટીખળી રેપિડ ફાયર રાઉન્ડ કર્યો હતો. એમના ગીતોના અંતરા કે ઈન્ટરલ્યુડ મ્યુઝિક સંભળાવીને પૂછ્યું કે,’ અમને તો તમારા બધા ગીતો સરખા જ સંભળાય છે, તમે ઓળખી શકો આ ધુન કયા ગીતની છે?!’

એમણે દરેક અંતરાની ધુન સાંભળીને ગીતના મુખડા ગાઈ બતાવ્યા હતા અને મને કહેલું,’ તુમ બહોત બદતમીઝ હો યાર...ઔર યે લાઈન એડિટ મત કરના!’

એ દરેક ઈન્ટરવ્યુમાં એક વાત હિમેશ ભારપૂર્વક જણાવતાં કે,’ મારી પાસે ૪૦૦ ગીતોની બેંક છે.’

એક ફિલ્મના ૪ ગીત લેખે હજુ આપણા સુધી કેટલા પહોંચવાના બાકી?! લોચો ઠાકુર!

આ જૂના Memeમાં મને મજા પડી! મને યાદ છે, ૨૦૦૪માં મેં હિમેશનો એ વખતે ઈન્ટરવ્યૂ કર્યો હતો જ્યારે એમનું કોઈ ખાસ બ્રાન્ડીંગ થયું નહોતું. નાકમાંથી ગવાયેલા ગીતોની શરુઆત નહોતી થયેલી. હું એમના ‘તેરે નામ’ના ‘તુમ સે મિલના’ માં પિયાનો ઈન્ટ્રો મ્યુઝિકનો ફેન. ‘ચુનરિયા’ શબ્દ એમના માટે લકી રહ્યો, ‘ઓઢ લી ચુનરિયા’, તેરી ચુનરિયા દિલ લે ગઈ’, ‘રન’ ફિલ્મના ‘ચુનર ચુનર’ ગીતો વિશે મજાની વાતો ફોન પર કરેલી. ‘રન’ એટલે વિજય રાઝનું એપિક કોમિક પરફોર્મન્સ. ‘સિલસિલે’ ના અમુક ગીતો પણ સારા હતા. એ પછી, ૨૦૦૫ માં આવ્યો પેન્ડેમિક!! ‘ઉંઉંઉંઉંઉંઉં...આશિક બનાયા આપને’ થી શરૂઆત થયેલી. એક એવું ગીત જે ટીવી પર આવે એટલે બાજુમાં મમ્મી બેઠી હોય તો તરત ચેનલ બદલી નાખવી પડતી. મારા એક ફ્રેન્ડના દીકરાએ તો નિર્દોષતાથી ડ્રોઈંગ રુમના ટીવી પર આ ગીત જોઈને રસોડામાં કામ કરતી એની મમ્મીને પૂછી પણ લીધેલું,” મમ્મી, આ અંકલ-આંટી શું કરે છે?’ એક સમયે મારા ઈવનીંગ શો ‘બંપર ટુ બંપર’માં કલાકના દસમાંથી નવ ગીતો હિમેશના વાગતા!! એ સમયે આ PR એજન્સીઝ નહોતી. એટલે ‘ચા કરતાં કિટલી ગરમ’ વાળો ત્રાસ નહોતો. મેં હિમેશના ટેલિફોનીક ઈન્ટરવ્યુ માટે એમની પાસે સમય માંગ્યો. એમણે આઠ વાગ્યાનો સમય આપ્યો. આઠ વાગ્યે ફોન કર્યો તો ગીતનું રેકોર્ડીંગ ચાલુ હતું. સાડા-નવ, અગિયાર, બાર, દોઢ એમ કરતાં કરતાં છેક રાત્રે અઢી વાગ્યે એમણે ઈન્ટરવ્યુ આપ્યો. ખૂબ યાદગાર હતું એ ઓડિયો-યુદ્ધ! દેશમાં પહેલી વાર કોઈએ હિંમત કરીને હિમેશને પૂછ્યું હતું,’ સર, આપ નાક સે કયું ગાના ગાતે હૈં?’ એ પછી તો મેં એવા ત્રણ ઈન્ટરવ્યુઝ કર્યા હતા એક-એક કલાકના ૨૦૦૫ થી ૨૦૦૭ દરમ્યાન. એમાંય છેલ્લો ઈન્ટરવ્યુ તો ફેસ-ટુ-ફેસ હતો. એમાં મેં હિમેશ સાથે એક ટીખળી રેપિડ ફાયર રાઉન્ડ કર્યો હતો. એમના ગીતોના અંતરા કે ઈન્ટરલ્યુડ મ્યુઝિક સંભળાવીને પૂછ્યું કે,’ અમને તો તમારા બધા ગીતો સરખા જ સંભળાય છે, તમે ઓળખી શકો આ ધુન કયા ગીતની છે?!’ એમણે દરેક અંતરાની ધુન સાંભળીને ગીતના મુખડા ગાઈ બતાવ્યા હતા અને મને કહેલું,’ તુમ બહોત બદતમીઝ હો યાર...ઔર યે લાઈન એડિટ મત કરના!’ એ દરેક ઈન્ટરવ્યુમાં એક વાત હિમેશ ભારપૂર્વક જણાવતાં કે,’ મારી પાસે ૪૦૦ ગીતોની બેંક છે.’ એક ફિલ્મના ૪ ગીત લેખે હજુ આપણા સુધી કેટલા પહોંચવાના બાકી?! લોચો ઠાકુર!

Let's Connect

sm2p0