Rascals - ફિલ્મમાં એક પણ સીન આવો નથી કે જેમાં તમે ખડખડાટ હસી શકો. સંજય દત્તની ચતુર સિંઘ તો સહન થાય તેવી ન હતી જ. એની 'અગ્નિપથ'ની રાહ જોવી રહી. અજય દેવગણે એ જ કોમેડી ફિલ્મો કરવી જોઈએ કે જે રોહિત શેટ્ટી બનાવતો હોય! કંગનાનો અવાજ સંભાળીને થાય કે એ મોઢું ન ખોલે તો કેવું સારું! પ્રાસ બેસાડેલા ડાયલોગ બોર કરે છે. ડેવિડ ધવનને જેમ ખબર નથી કે તેણે આ ફિલ્મ શા માટે બનાવી એમ મને પણ ખબર નથી પડતી કે આને હું એક મિર્ચી પણ શા માટે આપી રહ્યો છું?!
પ્લસ પોઈન્ટ: એક પણ નહીં
માયનસ પોઈન્ટ: આખી ફિલ્મ
Best RJ in Gujarat, Radio Mirchi