ભારતવન નામ નું જંગલ હતું. જંગલ ના રાજા હતા મૌનમોહક સિંહ.
જંગલ ના બધા પ્રાણીઓ એ નક્કી કર્યું કે, આ વખતે કોઈ નવો રાજા બનાવીએ. હવે પ્રોબ્લેમ એ હતો કે, ઘણાં બધાં પ્રાણીઓ રાજા બનવા ઉત્સુક હતા!
એક ઘરડું રીંછ હતું. એને વર્ષો થી રાજા બનવાની તમન્ના હતી.
એક સરસ મજા નું સસલું હતું. બધા એને પણ રાજા બનાવવા તત્પર હતાં.
એક હતા કાચબા કુમાર! નામ એનું નેનો ટોરટોઈઝ!! એનું બખ્તર જોરદાર! ગમે તેવા આરોપો ના બાણ ચાલે પણ ઢાલ મજબૂત! સોલીડ ડીફેન્સ!
જંગલ માં આ ત્રણ વચ્ચે રેસ નક્કી થઇ. જે જીતે એ મૌનમોહક સિંહ ની સામે ઉભો રહે.
હવે રીંછ હતું ઘરડું. દોડતાં દોડતાં થાકી ગયું હાંફી ગયું.
પેલી સસલા ની દોડવાળી વાર્તા તો તમને યાદ હશે જ! સસલું રસ્તા માં સુઈ ગયું.
અને કાચબો ધીમે ધીમે આગળ વધી ને જીતી ગયો!
નક્કી થયું કે, ફાઈનલ રેસ માં સિંહ ની સામે ટોરટોઈઝ દોડશે .
બધા પ્રાણીઓ એ એક સવાલ કર્યો કે, "હેં કાચબાકુમાર! તમે તો ઘસી ને ના પડતા હતા કે, તમારે જંગલ ના રાજા નથી બનવું. પછી કેમ પ્લાન બદલ્યો?"
જવાબ માં નેનો ટોરટોઈઝે 'રાઉડી રાઠોર' ની સ્ટાઈલ માં ચોપડાવી,
"હું જે બોલું છું, તે કરી ને જ રહું છું....અને જે નથી બોલતો, એ હું ડેફીનેટલી કરી ને રહું છું!"
Best RJ in Gujarat, Radio Mirchi