કોરોના વિશે એક જુદા એંગલથી અભિપ્રાય. પબ્લીક હેલ્થના હિતેચ્છુ સમીર શુકલની પોસ્ટ શેર કરું છું. મારતે ઘોડે કોઈએ તીર વરસાવવા દોડી આવવું નહીં. કામનું લાગે તો અપનાવવું નહીં તો વહેતા થવું. - ધ્વનિત. ——- ———- ——- ——— ——- —— કોવીડ: “વોટ ઈસ ધેર ઈન નેમ”!! દરેક વ્યક્તિ કે જેને એક જ ચિંતા છે, “મને કોવીડ છે કે નથી?”, તેમના માટે.... તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે કે જે પ્રશ્ન આપ પુછી રહ્યા છો એનો જવાબ તમારા માટે તો કોઈ જ કામનો નથી, કારણ કે જો તમે “માંદા” છો તો તમારા માત્ર બે જ ધ્યેય છે. 1. સાજા કેવી રીતે થવું? 2. બીજા તમારા ચેપ લાગવાથી માંદા ન પડે એ માટે શું કરવું? આપણે પહેલો વિકલ્પ (સાજા થવાનો) જોઈએ તો, કોવીડ એક વાયરસ છે જેની દવા નથી. તમારા માટે “રોગ” હોય તો તે છે તમારા શરીરને ઓક્સીજન મળવાનું ઘટવું. એટલે તમારા માટે માત્ર અને માત્ર એ જરુરી છે કે તમે સતત ધ્યાન રાખો કે તમારા શરીરને પૂરતો ઓક્સીજન મળે છે કે નહીં. આ કામ માટે બે રસ્તા છે. તમારું શરીર મોટા ભાગે તો તમને કહેશે જ કે એને ઓક્સીજન પૂરતો નથી મળતો, એટલે એવું “અનુભવાય” એ તમારો સૌથી મોટો “કોવીડ ટેસ્ટ”! (સાદા શબ્દોમાં, શ્વાસ લેવામાં તકલીફ થાય, થાક લાગે વગેરે ચિન્હ કે જે દરેક માણસ અનુભવી શકે). આ ઉપરાંત, ઘણી વખત (કોવીડમાં ખાસ) તમારું શરીર એને ઓક્સીજન ન મળતો હોય તો પણ એ તમને “અનુભવવામાં” થાપ ખાઈ જાય. આને “હેપી હાઈપોક્સીઆ” કહે છે કે જેમાં શરીરમાં ઓક્સીજન લેવલ ઘટે તો પણ તમને કોઈ “તકલીફ” ન અનુભવાય. આમાં શરીર કામ ન લાગતું હોવાથી એની જગ્યાએ એક નાનકડું ઘરે રખાય એવું મશીન મળે છે જેને ઓક્સીમીટર કહે છે. આ મશીનથી લોહીમાંનાં ઓક્સીજનનું પ્રમાણ સરળતાથી ડોક્ટરને મદદ વગર જાણી શકાય છે. આ પ્રમાણ આમ તો ૯૫ % વધારે હોય પણ ૯૨-૯૫% સુધી હોય તો વાંધો નથી. ૯૦ % થી નીચે જાય તો ચિંતા કરવાની. આમ, એક તો તમારું શરીર તમને ટેસ્ટ કરી આપે એ અને બીજું ઓક્સીમીટર, આ બે જ ટેસ્ટ ખરેખર કામનાં છે તમારા સાજા થવાનાં ધ્યેય માટે. જો આ બે ટેસ્ટમાંથી કોઈ પણ એક માં તમને તકલીફ થાય તો પછી એ ડોક્ટરનો પ્રશ્ન છે. એમને જરુર હશે તો તમારી છાતીનો સીટી સ્કેન કે એક્સ-રે જોશે કે પછી તમારા લોહીના તપાસ કરીને તમારી ઈમ્યુન સિસ્ટમ રીએક્શનને જોશે કે પછી તમારા શ્વેત અને રક્ત કણો પરથી સમજશે કે તમારા પર કોઈ જીવાણુઓનો હુમલો થયો છે. એ જે હોય તે, પણ આ કામ તમારું નથી, ડોક્ટરનું છે. હવે આપણે બીજો વિકલ્પ (બીજાને ચેપ લાગવાનો થવાનો) જોઈએ તો, એમાં તો આ “ટેસ્ટ” વાળી વાત ખરેખર તો ખૂબ જોખમી છે, કારણ કે કોઈ પણ ટેસ્ટની ટેક્નોલોજીમાં ૨૦ % જેટલા તો ઓળખાયા વગરનાં રહી જ જાય છે. એટલે ટેસ્ટની વાત માનીને તમે બજારમાં ફરો તો તમે કદાચ બીજા ૫૦ને માંદા પાડશો. એટલે, તમને બીજાની ચિંતા હોય તો તમારે (હાલનાં મહામારીનાં સંજોગોમાં ખાસ) એવું માનવું કે દરેક માંદગી કોવીડ છે. જો તમને સુગંધ/સ્વાદ આવતો ઘટી જાય, ગળામાં ખરાશ લાગે, સુકી ઉધરસ થાય, તાવ આવે, શ્વાસ/છાતીમાં તકલીફ લાગે કે પછી તમારું ઓક્સીમીટર ૯૦-૯૨ % દેખાડે તો કોઈ પણ ટેસ્ટ કે એના પરિણામની ચિંતા/રાહ વગર તમે તમારી જાતને આઈસોલેટ કરી દો. આમ કોવીડ-હેમ્લેટ થઈને ટેસ્ટ, ટુ ડુ ઓર નોટ ટુ ડુ? માં ગુચવાયા વગર ચિન્હો પર ફોકસ કરો, રોગનાં નામ પર નહીં. આ હેમ્લેટ વાળા શેક્સપિયર કાકા એ “વોટ ઈસ ધેર ઈન નેમ” એમ પણ કહ્યું છે 🙂 Samir Shukla

Best RJ in Gujarat, Radio Mirchi

Let's Connect

sm2p0