RJ Dhvanit Best RJ in Gujarat Radio Mirchi

Soli Kapadiya’s voice introduced me to his poetry. ‘હરિવરને કાગળ’ પહેલી વાર મને કોલેજના સમયે સોલી કાપડીયાનો મધુર સ્વર સાંભળવાનો લહાવો મળ્યો હતો. ગજ્જર હોલ, લો ગાર્ડનમાં રાસબિહારીભાઈ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પહેલી વાર સોલી કાપડિયાના કંઠમાં એક રચના સાંભળી - ’હરિવરને કાગળ લખીએ રે લઈને જમુના જળ લખીએ રે...’ મને બરાબર યાદ છે એ સમયે હોલનું સ્ટેજ પરનું અજવાળું અને અંધારામાં બેઠેલી ઓડિયન્સના મનમાં થતો સ્વર અને શબ્દોનો ઉઘાડ! સોલીએ તબલાના બોલ બોલીને ગીત શરુ કર્યું હતું ‘ધિન ધિન ધાગે તીરકીટ તુન્ના કત્તા ધા તીરકીટ ધીન્ના’ કાર્યક્રમ પૂરો થયા પછી ઘરે જતાં અને રાત્રે ઊંઘમાં પણ મારુ મન બાર માત્રાના એકતાલનો એ ઠેકામાં પરોવાયેલુ રહેલું. ગુજરાતી ભાષાની એક ઉત્તમ શબ્દરચના સાંભળ્યાનો કેફ હતો. એક પંક્તિમાં ‘ભીની ઝળહળ’ અને ‘રોમ રોમ રળિયાત‘ જેવા શબ્દપ્રયોગો સાંભળીને મનમાં માતૃભાષાપ્રેમ પણ ઉભરાયો હતો. વર્ષો બાદ રેડિયો જૉકી તરીકે એક તક ફરી મળી હતી આ રચનાને અમદાવાદ સુધી પહોંચાડવાની! દસેક વર્ષ પહેલા સ્પિરિચ્યુઅલ/ડિવોશનલ મ્યુઝિક માટે વહેલી સવારના કાર્યક્રમનું નામકરણ અને ગીતોની પસંદગી મારે ભાગે આવી. કાર્યક્રમનું નામ રાખ્યું ‘પ્રભાતફેરી‘ અને ગુજરાતી ભક્તિસંગીતની મારી મનગમતી આ રચના મને મળી આલબમ ‘એક કાગળ હરિવરને‘માંથી, જેમાં ભગવતીકુમાર શર્મા લિખિત શબ્દરચનાઓ સ્વરબદ્ધ થઇ હતી. “હરિવરને કાગળ લખીએ રે… લઇને જમુના જળ લખીએ રે… જત લખવાનું કે કરવી છે, થોડી ઝાઝી રાવ વ્હાલા હારે વઢવાનો યે લેવો લીલો લ્હાવ અમે તમારા ચરણકમળને પખાળવા આતુર હવે નૈણમાં વરસો થઇ ચોમાસુ ગાંડુતુર કંઇ ભીની ઝળહળ લખીએ રે… લઇને જમુના જળ લખીએ રે… શ્વાસમાં વરસે રામ રટણ ના કેમ ન પારિજાત ઝટ બોલો હરિ ક્યારે થાશું રોમ રોમ રળિયાત કાં રુદિયામાં ફરતી મેલો ટપ ટપ તુલસી માળ કાં આવીને શ્વાસ સમેટૉ મારા અંતરિયાળ શું હાવાં આગળ લખીએ રે… લઇને જમુના જળ લખીએ રે…” એક બીજી રચના આ ક્ષણને આરપાર સંભળાઈ રહી છે. “હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ . એવું કાંઈ નહીં ! હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ, . એવું કાંઈ નહીં ! સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં, સાવ કોરી અગાસી અને તે ય બારમાસી, હવે જળમાં ગણો . તો ઝળઝળિયાં ! ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ પછી ફરફરતી યાદ, . એવું કાંઈ નહીં ! હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ . એવું કાંઈ નહીં !” સ્વ. ભગવતીકુમાર શર્માને આજે એમની વિદાય રાત્રિએ એમની રચનાઓ સાંભળીને વંદન કરી રહ્યો છું. ઓમ શાંતિ.

It's a celebration for poetry lovers! Do let me know if you want to attend the function. I shall get you the invite*. *conditions apply! #poetry #poem #ahmedabad

It's a celebration for poetry lovers! Do let me know if you want to attend the function. I shall get you the invite*. *conditions apply! #poetry #poem #ahmedabad

It's a celebration for poetry lovers! Do let me know if you want to attend the function. I shall get you the invite*. *conditions apply! #poetry #poem #ahmedabad

Read More