RJ Dhvanit Best RJ in Gujarat Radio Mirchi

હાલમાં વિવિધ કથાવસ્તુઓને રજૂ કરતી ગુજરાતી ફિલ્મોની સીઝન ચાલી રહી છે. ઉનાળામાં કેરીની જેટલી જાત આવી રહી છે તેવી જ વિવિધ જાતની ફિલ્મો આવી રહી છે... બે અઠવાડિયા પહેલાં પેટિપેક નામની એક ફિલ્મ આવી જેણે માનવ સમજ અને સંબંધના અલગ જ પાસા ઉપર પ્રકાશ પાડ્યો... પેટિપેક... સંબંધ હોય કે વસ્તુ દરેક વ્યક્તિ તેની જ આશા રાખતું હોય છે... આમ જોવા જઈએ તો વસ્તુ સુધી માણસનું મન સિમિત થઈ જાય તે યોગ્ય છે પણ સંબંધમાં તે શક્ય નથી.... ખાસ કરીને જ્યારે તમે જીવનસાથીની પસંદગી કરવા નીકળો ત્યારે તમે એમ ઈચ્છો કે મને વિશુદ્ધ પાત્ર જોઈએ તો તે શક્ય નથી... સંબંધ અને પાત્રોમાં આવી માગણીઓ અને લાગણીઓ થતી હોય ત્યારે ખરેખર નિરંજન ભગતની કવિતા યાદ આવી જાય જે કહે છે... “જેણે પાપ કર્યુ ના એકે તે પથ્થર પહેલો ફેંકે !” પેટિપેકની ડિમાન્ડને બાદ કરીએ તો પણ આ કથાવાર્તમાં ઘણું બધું મોઘમ સમાયેલું છે... ખાસ કરીને તો વર્તમાનમાં જીવવાની વાત... જે વ્યક્તિ અને જે સંબંધ આપણી પાસે વર્તમાનમાં જોડાયેલા છે તે ખરેખર જીવવા અને માણવા જેવા છે... ભૂતકાળમાં હતા કે ભવિષ્યમાં આવશે તેની ચિંતાના નામે વર્તમાનને શું કામ રોળી નાખવો... બોલ્ડ વિષયને રમૂજ અને સહજતાના રેપરમાં પેક કરીને પિરસાયેલી ખાટી-મીઠી વાર્તા છે પેટિપેક... ધ્વનિત ઠાકર અને મોનલની જોડીની જાદુઈ અસર વચ્ચે હેમાંગની કોમિક કનેક્ટિવિટી જકડી રાખવાનું કામ કરે છે... તેમાંય મનોજભાઈના મેજિકલ મોમેન્ટ્સ તો આ ફિલ્મના પ્રાણવાયુ જેવા છે... અત્યારે તો આ ફિલ્મ કયા થિયેટરમાં ચાલતી હશે તે ખબર નથી પણ જ્યાં તક મળે ત્યાં પેટિપેક પર્ફોર્મન્સ માટે આ ફિલ્મ જોઈ કાઢવી.... અને હા... આગામી સમયમાં જે પણ ગુજરાતી ફિલ્મો આવી રહી છે તેને પણ ન્યાય આપવો... કારણે કે કિટલી ઉપર કટિંગ પીતા પીતા પુષ્પા અને કેજીએફની વાતો કરનારા આપણે ગુજરાતીઓએ સાઉથ ઈન્ડસ્ટ્રીની જેમ આપણી પોતાની ભાષાની ફિલ્મોનું સન્માન કરતા પણ શીખવાનું છે... Ravi Ila Bhatt @raviilabhatt

Read More

બે વૃક્ષ મળે ત્યારે સોના અને રુપાનું પ્રદર્શન નથી કરતા, માત્ર સૂરજના પહેલા કિરણનો રોમાંચ આલેખે છે.. કવિ વિપીન પારેખ.. વૃક્ષ બની ખીલવાના ક્યાંથી પૂરા થાશે કોડ, હું રોડ વચાળે ઊભેલા ડિવાઈડર પરનો છોડ.. - કવિ અનિલ ચાવડા @kavianilchavda #rjdhvanit #tree #treeidiot

આજની સાંજ કવિતાઓને નામ... . . RJ Dhvanit with Anamika Joshi @battokibakwaas . Mirchi Shaam Shandar 3.0 Ye Shaam, Umeed ke Naam.. @colorsgujaratiofficial @licindiaforever @hytacropcare

ગરબે ઘૂમે તું! ‘તને જાતાં જોઈ પનઘટની વાટે’ નું અદ્ભુત કન્ટેન્પરરી એકસટેન્શન! આદરણીય કવિ તુષાર શુક્લએ ઘણાં બધા ગરબાની ભેટ આપણને આપી છે. એમાં એક નવો ગરબો ઉમેરાયો મારા પ્રિય પર્ફોર્મર પાર્થ સંજય ઓઝાની પ્રસ્તુતિરુપે. ઋષિ વકીલનું સુંદર કામ. વિડીયોમાં રુપાલી દ્વારા નિર્દેશિત નૃત્યકલા પણ આકર્ષક! Garba of the Day : Garbe Ghoome Tu Tushar Shukla Parth Oza #garba #garbaoftheday #dhunoftheday #radiomirchi #mirchigujarati #gujarati #raas #navratri2020 #navratri #dotd #dhvanit #rjdhvanit

અત્યારે ક્યાંય લિટરેચર ફેસ્ટિવલ કે સાહિત્યના સમારંભો થતા નથી અને સાહિત્ય - સંસ્કૃતિ વિશેની લાઈવ-વાતો સાંભળવાની ઈચ્છા થાય તો શું કરશું? ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી ગૌરવ પ્રતિષ્ઠાને એક અઠવાડિયાના મીની-લિટરેચર ફેસ્ટિવલ જેવો 'સૌરાષ્ટ્રનો સાહિત્ય સંવાદ' ઓર્ગેનાઇઝ કર્યો છે. આખું અઠવાડિયું ફેસબુક ઉપર ગુજરાતના માંધાતા સાહિત્યકારો-કલાકારો-કવિઓ સાથે ગુફ્તગુ કરવાની થશે. આ શનિવાર સુધી રોજ રાતે સાડા નવ વાગે એક વિદ્વાન રસપ્રદ વિષય ઉપર મસ્ત મજાની વાતોની ગોઠડી માંડશે. આ સાતે મહાનુભાવમાંથી અમુક તો સોશ્યલ મીડિયામાં છે જ નહીં અને જે છે એ ખાસ એક્ટિવ નથી માટે આ સંવાદ એક લહાવો બનીને રહેશે. લાઈવ સેશન વિશેની વધુ માહિતી GUJARATI GAURAV PRATISTHAN ના ઇન્સ્ટાગ્રામ/ફેસબુક પેજ-ગ્રુપ-અકાઉન્ટ ઉપરથી મળી રહેશે. લાઈવ વિડીયો Aabhimanyu Modi કે Neeta Sojitra ની ફેસબુક ટાઇમલાઈન ઉપર આવે છે.

‘ગાયનોસ્કોપ’ ઘણાં લાંબા સમયથી વિચારતો હતો કે ગુજરાતી સોશ્યલ મીડિયામાં મ્યુઝીક રીવ્યુની સ્પેસ ક્રિયેટ કરું. વ્યસ્તતાને કારણે સમય ફાળવી નહોતો શકતો. અને અન્ય ઘણાં લેખકોની જેમ મને ગુજરાતીમાં ટાઈપ કરવાની ફાવટ ના હોવાને કારણે મન પાછું પડતું હતું. મનેય ખબર છે કે સોશ્યલ મીડિયામાં કોઈ લાંબુ લાંબુ વાંચતું નથી, પણ આજે લખવાનું મન થયું. કેમ? આજે જન્માષ્ટમીનો સમય અને શહેરમાં એક અજબ પ્રકારની શાંતિનો માહોલ છે (ઘણાં બહારગામ ગયા હશે અને શહેરમાં રહેનારા કાં તો દબાવીને ફરાળ કર્યાં પછી ડાબે પડખે ‘વામકુક્ષી’ કરતાં હશે, કાં પછી ‘પત્તા’ ના મહેલ ચણવામાં વ્યસ્ત હશે), એટલે લખવાનું મન થયું. પહેલાં એક-બે સ્પષ્ટતા... ગુજરાતી ફિલ્મો વિષે મુક્ત મને મારાથી લખી –બોલી નથી શકાતું. એના કારણોના પિષ્ટપીંજણમાં પડવા કરતાં શું લખી શકાય એમ છે એ શોધવા બેસું તો પહેલું જ મળી આવે – “promising ગુજરાતી ફિલ્મોના સંગીતનું રસદર્શન”. અને હવે તો ગુજરાતી કલાકારો દ્વારા યુ-ટ્યુબ પર રજુ થતાં singles પણ ધીમે-ધીમે એમની ઓડીયન્સ શોધી જ લે છે. તો ક્યારેક એ પ્રયાસો વિષે પણ લખી શકાય. એટલે આજે શરૂઆત કરવી છે. વાત કરવી છે, “વેન્ટીલેટર” ફિલ્મના સંગીતની. મૂળ મરાઠી ફિલ્મ ‘વ્હેન્ટીલેટર’ પ્રિયંકા ચોપરા એ પ્રોડ્યુસ કરેલી અને એમાં પિતા પ્રત્યે પ્રેમ અભિવ્યક્ત કરતાં એક ગીતનું કવર વર્ઝન પ્રિયંકા એ પણ ગયું હતું. જયારે એ જ વાર્તા પરથી બનતી ગુજરાતી ફિલ્મમાં નવેસરથી ગીતો લખાયા અને સંગીતબદ્ધ થયા હોય એમ લાગે છે. એટલે સ્ટોરીમાં સિચ્યુએશન એ જ પણ ગીતો નવા. પહેલું ગીત ‘અંબા રે અંબા’ : ઓરીજીનલ ‘વ્હેન્ટીલેટર’ (મહારાષ્ટ્રમાં દુકાનો પર લટકતાં બોર્ડમાં ટીવીને બદલે ટીવ્હી લખેલું હોય છે. વ્હી.શાંતારામ યાદ છે ને?) ફિલ્મમાં ગણેશોત્સવને અનુરૂપ ગીત હતું – ‘યા રે યા...’ જયારે ગુજરાતીમાં નવરાત્રીને ધ્યાનમાં રાખીને ગરબો લખાયો છે ‘અંબા રે અંબા’. આ ગરબાની ધૂન પર ‘મહારાષ્ટ્રીયન’ શૈલીની સ્પષ્ટ અસર છે. ગીતના મુખડા ‘અંબા રે અંબા’ પર ‘જય દેવ જય દેવ જય મંગલમૂર્તિ’ આરતીના સૂરનો સુંદર પ્રભાવ છે. ગાયકો પાર્થિવ ગોહિલ અને આદિત્ય ગઢવીની એનર્જી અંબાજીના પદયાત્રીઓનો ઉત્સાહ વધારવા માટે વપરાતા હર્ષોદગારને સરસ રીતે ઝીલે છે. જે તાલમાં ખેલૈયાઓ હીંચ લેતા હોય છે એ હીંચની રીધમ આગળ જતાં પારંપરિક દુહા તરફ વળે છે. વેન્ટીલેટર પર જીવન-મૃત્યુ વચ્ચે ઝોલાં ખાતાં વ્યક્તિના પરિવાર માટે ‘કુટુંબ સો પ્રીત દે’ની કામના કરતો ટ્રેડીશનલ દુહો ‘રિદ્ધિ દે સિદ્ધિ દે’ પણ અહીં સરસ રીતે વણી લેવાયો છે. ‘રોંગસાઈડ રાજુ’ના ‘ગોરી રાધા ને કાળો કાન’ની જેમ આગળ જતાં ‘અંબા રે અંબા’ નવરાત્રીમાં ગવાતો થઇ જશે. બીજું ગીત ‘દેખાતો નથી’ : આ ફિલ્મનું શ્રેષ્ઠ ગીત છે. પિતાની ગેરહાજરી અનુભવતું દરેક હૃદય આ ગીતના ધબકારમાં પિતાની હાજરીને ફરી-ફરી જીવશે. ગીતકાર નિરેન ભટ્ટને ગુજરાતી ફિલ્મ સંગીતને એક ઉત્તમ ભેટ આપવા બદલ અભિનંદન! ‘કોણ જાણે કેમ દેખાતો નથી, બાપનો આ પ્રેમ દેખાતો નથી, વાયરાની જેમ દેખાતો નથી, બાપનો આ પ્રેમ દેખાતો નથી.” દર વર્ષે હોંશેહોંશે ‘મધર્સ ડે’ ઉજવાય છે અને માતૃપ્રેમ પર અનેક પુસ્તકો લખાયા છે. માનો મહિમા થાય છે એટલો બાપનો થતો નથી. માના ખોળા જેટલું જ મહત્વ પિતાના ખભાનું છે. માની મમતા જેટલું જ મહત્વ પિતાએ સમયસર આપેલ ઠપકાનું છે. જેટલી સહજતાથી મા બાળકને ‘આઈ લવ યુ’ કહી શકે એટલી સહજતાથી પિતા એના મોટા પુત્રને ચૂમી શકતો નથી. યુવાન પુત્ર અને વૃદ્ધ પિતા વચ્ચે ક્યારેક થયેલી દલીલબાજીમાં એક વાક્ય તો કાને અથડાય જ – ‘તમને નહીં સમજાય!’ બંને પક્ષેથી બોલાયેલ આ એક વાક્ય જનરેશન ગેપ – ઈગોના બે પર્વતો વચ્ચે સર્જાતી ગેરસમજણની ખીણનું માપ માપે છે. Dhvanit જનરેશન ગેપના મુદ્દે કોઈની પણ સાઈડ લીધા વિના આ ગીતની એક પંક્તિમાં વર્ણવ્યો છે કે, ‘બેઉ પેઢીને ઘણી ફરિયાદ છે કાચ પાયેલા બધાં સંવાદ છે.’ સંવાદમાં કડવાશ વિખવાદ સર્જે છે. આપણે જેમને સૌથી વધુ પ્રેમ કરતાં હોઈએ એમને જ કેમ સૌથી વધુ હર્ટ કરતાં હોઈએ છીએ? એમાંય ખાસ કરીને પિતા-પુત્ર વચ્ચે લાગણીઓની આપ-લે સહજ કેમ નથી રહેતી? સૌમ્ય જોશીના નાટક ‘વેલકમ જીંદગી’ની જેમ આ ગીત પણ પિતા-પુત્ર વચ્ચેની અવ્યક્ત લાગણીઓને સમજાવે છે. સિદ્ધાર્થ ભાવસારના અવાજમાં ભારોભાર લાગણીઓ છલકાય છે. કવિના એક-એક શબ્દને ભાવ પ્રદાન કરવામાં સિદ્ધાર્થની ગાયકી અસરકારક સાબિત થાય છે. અને સૌથી મહત્વનું છે અન્કોમ્પ્લીકેટેડ કમ્પોઝીશન. ગીતમાં વાંસળીના સૂર યોગ્ય ભાવવિશ્વ સર્જે છે. મ્યુઝીક કમ્પોઝર પાર્થ ભરત ઠક્કરની આખી જર્નીના એક ભાગનો હું સાક્ષી રહ્યો છું. એક ટીનએજર ટેલેન્ટેડ મ્યુઝીશિયનમાંથી એક ગંભીર સમજુ સંગીતકાર તરીકે એનો ગ્રોથ મેં દુનિયા કરતાં જુદી દ્રષ્ટિએ જોયો છે. છેલ્લા દસ વર્ષમાં એણે રચેલા બધાં ગીતોમાં “વેન્ટીલેટર”નું આ સોંગ ‘દેખાતો નથી’ એ ટોપ-થ્રીમાં આવે જ! Dhvanit ત્રીજું ગીત ‘ભાડાના મકાનમાં’ : હાર્મોનિયમના સૂરથી શરુ થતું આ ગીત, ગુજરાતી ડાયરાને ડોલાવતાં વાજિંત્ર બેન્જોના સુર અને આદિત્ય ગઢવીના કસાયેલા અવાજ અને એક ગજબ ફિલોસોફી વચ્ચે ઝૂલતું રહે છે. નિરેન ભટ્ટે અહીં એક સરસ પ્રયોગ કર્યો છે. વર્ષોથી ગવાતા ગુજરાતી ભજન ‘જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું રે ભાડાના મકાનમાં’ (કદાચ તમે હેમંત ચૌહાન, પ્રફુલ દવે કે પછી હરિ ભરવાડના અવાજમાં સાંભળ્યું હશે.) આ ભજનને કન્ટેમ્પરરી કોન્ટેક્સ્ટ આપ્યો છે! “અડધું આયખું ટીવીમાં ગયું ને અડધું ગ્યું ફોનમાં મનમાં તો ગીતડાં ફિલમના વાગે તારા કહેવાતાં મનમાં!” અહીં પહેલી વાહ! ‘હવે ખૂટ્યો છે ડેટા તારા પ્લાનમાં!’ અહીં બીજી વાહ! વાહ! ‘તેં તો દરવાજો ખોલ્યો વિમાનમાં!’ અહીં ત્રીજી વાહ! વાહ! વાહ! જે બ્બાત નીરેનભાઈ! યુવા ફોકસિંગર આદિત્ય ગઢવી એ આપણા વારસાનું નવલું ઘરેણું છે. એણે ગીતને યથાયોગ્ય કોમિક ટચ આપ્યો છે. ‘પીપલી લાઈવ’ની ‘મહેંગાઈ ડાયન’ યાદ આવી જાય એવો સરસ કટાક્ષ ઉભો કરે છે આ ગીત. આ લોકગીતના ઓરીજીનલ કવિ કે કમ્પોઝર વિષે મને કોઈ ખ્યાલ નથી. તમને ખબર હોય તો પ્રકાશ પાડશો! ‘વેન્ટીલેટર’ની સમગ્ર મ્યુઝીકલ ટીમને શુભકામનાઓ. ફિલ્મ બોક્સઓફીસ ગજવે અને એના ગીતો લોકોના મનમાં ધ્વનિત થયા કરે (એટલે વારંવાર પડઘાયા કરે એમ! self-obsessed, you see!) એવી અઢળક શુભકામનાઓ. બાકી, દુઃખના દરિયામાં સફર કરતાં-કરતાં તમને તમારા સુખના છૂટાછવાયા અનેક ટાપુઓ મળી રહે એવી શુભકામનાઓ. એ જય શ્રી કૃષ્ણ! (આટલું ટાઈપ કરતાં એક કલાક થયો! એટલે જ લાંબુ લખવાનું જોર આવે છે મને!) #musicreview #gujarat #ventilator #gujaratifilm #dhvanitreviews Parth Bharat Thakkar Jackie Shroff Pratik Gandhi @Niren H Bhatt @umang vyas